શિયાળાની ઋતુમાં ગુજરાતીઓ ઘણા શિયાળુ પાક ખાતા હોય છે જે શરીરને પોષણ પૂરું પડે છે, એમાં પણ લોકો ઘણીવાર ગુંદરનાં લાડુ ખાવાનું પસંદ કરતા હોય છે.
ગુંદરનાં લાડુ ખાવામાં તો ટેસ્ટી હોય જ છે સાથે જ તેમના અગણિત ફાયદાઓ પણ હોય છે. અને શિયાળાની ઋતુમાં જો તેનું સેવન કરવામાં આવે તો તે શરીરને ગરમી પ્રદાન કરે છે.
હાડકાઓને મજબુત બનાવવામાં મદદ કરે છે. જે સંધિવાના રોગમાં પણ ગુંદરનાં લાડુને ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. ગુંદરના લાડુના સેવનથી પીઠ અને સાંધાના દુખાવામાં રાહત મળે છે. ઉપરાંત ઠંડીની સાથે સાથે તે સિઝનના વાયરસના સંક્રમણથી પણ લોકોને બચાવે છે. જે લોકોને શિયાળાની ઋતુમાં થાક અને ઉર્જાની કમી મહેસૂસ થાય છે, તેમના માટે આ લાડુ બેસ્ટ ઓપ્શન છે.
વજન ઘટાડવામાં પણ મદદરૂપ
કોઈ પણ ઝાડના થડમાંથી રસ કે સ્રાવ નીકળે છે. આ રસ સૂકાઈને ભૂખરો અને કડક થઈ જાય છે. આ જથ્થાને ગુંદર કહેવામાં આવે છે. આ ગુંદર શીતળ અને પૌષ્ટિક હોય છે, સાથે જ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. જો તમે ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત કરવા ઇચ્છો છો તો શિયાળામાં દરરોજ 1-2 લાડુનું સેવન દૂધની સાથે કરવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.