ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા કોરોના સામે લડી રહી છે. કોરોના મહામારીને કારણે હાલ સ્કૂલ-કોલેજો બંધ છે. જોકે, ધંધા-રોજગાર ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે. ત્યારે હવે સ્કૂલ-કોલેજો ક્યારથી શરૂ થશે, તેના પર સૌની નજર મંડાયેલી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળશે.
પ્રધાન મંડળના સભ્યોની હાજરીમાં સવારે 10.30 કલાકે કેબિનેટ બેઠક યોજાશે. કેબિનેટ બેઠકમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને લઈ સમીક્ષા કરાશે. રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી ખાનાખરાબી બાબતે પણ સમીક્ષા થશે. શાળાઓ અને કોલેજોમાં ફરી અભ્યાસ શરૂ કરવા બાબતે પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. રાજ્યમા સારા વરસાદ બાદ વાવેતરની સ્થિતિ સંદર્ભે પણ સમીક્ષા થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.