ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,45,384 કેસ નોંધાયા હતા. આ સાથે સંક્રમિત થનાર લોકોનો કુલ આંકડો 1,32,05,926 પર પહોંચી ગયો છે.
સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સાડા છ મહિના પછી ફરી 10 લાખને પાર કરી ગઈ છે. દેશમાં કોરોનાથી વધુ 794 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,68,436 થઈ ગયો છે
દેશમાં સતત 31 દિવસથી કોરોનાના કેસમાં વધારો થતાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 10,46,631 થઈ ગઈ છે.
દેશમાં કોરોનાને માત આપનાર લોકોની સંખ્યા વધીને 1,19,90,859 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુદરમાં ઘટીને 1.28 ટકા થઈ ગયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અનુસાર, દેશમાં શુક્રવારે 11,73,219 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.