હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓ પોલીસે એનકાઉન્ટર કરીને ઠાર માર્યા છે. જે બાદ દેશભરમાં આનંદ અને ખુશીની લાગણી છવાઈ ગઈ છે. તો આ મામલે રાજકીય નેતાઓએ પણ હૈદરાબાદ પોલીસની કામગીરીની સરાહના કરી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દેશમાં જે રોષ હતો તેનો જવાબ એનકાઉન્ટરથી મળ્યો છે.
હૈદરાબાદ એનકાઉન્ટર અંગે પ્રતિક્રિયા આપતાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે, અમાનવીય કૃત્ય કરનારને કઠોરમાં કઠોર સજા થવી જોઈએ. હૈદરાબાદ ગેંગરેપ બાદ દેશભરમાં જે રોષ હતો તેનો જવાબ એનકાઉન્ટરથી પ્રાપ્ત થયો છે. તો ગુજરાતમાં રેપકેસ અંગે બોલતાં સીએમ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં થયેલ દુષ્કર્મનાં મોટા ભાગનાં આરોપીઓને પકડી લીધા છે. તો વડોદરામાં પણ અલગ-અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે. કોઈપણ આરોપીને છોડવામાં નહીં આવે. અને ફાસ્ટટ્રેક કોર્ટ બનાવીને કડકમાં કડક સજા અને ફાંસીની સજા મળે તેવાં પ્રયાસો હાથ ધરાશે.
તો આ મામલે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ હૈદરાબાદ પોલીસની કામગીરીને બિરદાવી હતી. અને કહ્યું હતું કે, હૈદરાબાદમાં પોલીસે નરાધમોને જે સજા આપી છે એ સાચી છે. જે સજા મોડે મળવાની હતી તે સજા વહેલી મળી છે. તો કોંગ્રેસી કાર્યકરોએ ફટાકડાં ફોડીને ઉજવણી કરી હતી. આ મામલે કોંગી ધારાસભ્ય લલિત વસોયાએ હૈદરાબાદ પોલીસને ગુનેગારોના એનકાઉન્ટર બદલ અભિનંદન પાઠવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.