નાની ઇલાયચી સ્વાદ વધારવાની સાથે જ માઉથ ફ્રેશનરનું પણ કામ કરે છે. તેને ખાવાથી મોંઢામાંથી આવતી દૂર્ગંધની સમસ્યાથી રાહત મળે છે.
જાણો, ઇલાયચીથી થતાં ફાયદાઓ વિશે…
1. મોંઢાની દૂર્ગંધને દૂર કરે છે
2.કબજિયાતથી રાહત અપાવે છે ઇલાયચી
કબજિયાત એટલે બીમારીને આમંત્રણ. એટલા માટે દરેકનો પ્રયત્ન રહે છે કે તેમને કબજિયાતની સમસ્યા ન રહે. જો તમને કબજિયાત હોય તો નાની ઇલાયચીનું સેવન અથવા નાની ઇલાયચીને પકાવીને તૈયાર કરવામાં આવેલ પાણીનું સેવન તમને લાભ અપાવી શકે છે
જાણો, એક નાનકડી ઇલાયચી તમારા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક હોય છે?
નવી દિલ્હી, તા. 22 ડિસેમ્બર 2020, મંગળવાર
ઇલાયચી એટલે ખુશ્બૂનો ખજાનો. દરેક ઘરના રસોડામાં મસાલા સ્વરૂપે ઉપયોગમાં લેવાતી નાની ઇલાયચી સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે. ઇલાયચીનું સેવન તમારા માટે ફાયદાકારક રહે છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ સ્વાદિષ્ટ મસાલા સ્વરૂપે જ કરે છે અને તેના સેવનથી સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ વિશે અજાણ રહે છે. જાણો, ઇલાયચીથી થતાં ફાયદાઓ વિશે…
1. મોંઢાની દૂર્ગંધને દૂર કરે છે
નાની ઇલાયચી સ્વાદ વધારવાની સાથે જ માઉથ ફ્રેશનરનું પણ કામ કરે છે. તેને ખાવાથી મોંઢામાંથી આવતી દૂર્ગંધની સમસ્યાથી રાહત મળે છે. જો તમારા મોંઢામાંથી સખત દુર્ગંધ આવે છે અને લોકો પોતાની વાત કરવામાં સંકોચ કરે છે તો તમે એક ઇલાયચી પોતાના મોંઢામાં રાખી શકો છો.
2. કબજિયાતથી રાહત અપાવે છે ઇલાયચી
કબજિયાત એટલે બીમારીને આમંત્રણ. એટલા માટે દરેકનો પ્રયત્ન રહે છે કે તેમને કબજિયાતની સમસ્યા ન રહે. જો તમને કબજિયાત હોય તો નાની ઇલાયચીનું સેવન અથવા નાની ઇલાયચીને પકાવીને તૈયાર કરવામાં આવેલ પાણીનું સેવન તમને લાભ અપાવી શકે છે. આ તમારી પાચન ક્રિયાને તંદુરસ્ત રાખીને કબજિયાતથી રાહત અપાવે છે.
3. ઉલ્ટીની સમસ્યામાં રાહત
શું તમને પણ થોડીક મુસાફરી કરતાં ઉલ્ટી થવાની સમસ્યા રહે છે? જો હા તો મુસાફરી શરૂ કરતાં પહેલા ઇલાયચીનું સેવન તમને આ સમસ્યાથી રાહત અપાવશે. જો તમને લાગી રહ્યુ છે કે મુસાફરી દરમિયાન સતત ઉલ્ટીની સમસ્યા થઇ શકે છે તો તમે આખી મુસાફરી દરમિયાન નાની ઇલાયચી મોંઢામાં મુકી રાખો.
4. એસિડિટીથી રાહત અપાવે છે
ઇલાયચીમાં રહેલ એસેન્શિયલ ઑઇલ પેટની અંદરની લાઇનિંગને મજબૂત કરે છે. એસિડિટીની સમસ્યામાં પેટમાં એસિડ જમા થઇ જાય છે. ઇલાયચીના સેવનથી તે ધીમે-ધીમે દૂર થઇ જાય છે.
5. અસ્થમામાં અસરકારક
ઇલાયચી શ્વાસની બીમારીમાં પણ ઘણી ફાયદાકારક હોય છે. કારણ કે ઇલાયચીની તાસીર ગરમ હોય છે. એટલા માટે શિયાળાના દિવસોમાં એક અથવા બેવાર ચાવીને અથવા ભોજનમાં મિક્સ કરીને તેનું સેવન કરવું જોઇએ. ફેફસાંને સંકોચન અને અસ્થમામાં પણ અસરકારક સાબિત થઇ શકે છે ઇલાયચી.
6. વજન ઘટાડવામાં મદદ કરે
જો તમે વધતા વજન અને મોટાપાથી પરેશાન છો તો એવામાં પોતાના ડાયેટમાં ઇલાયચીને જરૂર સામેલ કરો. ઇલાયચીમાં રહેલા પોષક તત્ત્વ ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.