જાણો કઈ કંપનીઓ છે IPLની સ્પોન્સરશીપની રેસમાં

ટાટા ગ્રુપે આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગના ટાઇટલ સ્પોન્સર બનવા માટે ‘એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ’ (EOI) રજૂ કરી દીધું છે, જ્યારે એજ્યુકેશન ટેકનોલોજી કંપની ‘અનઅકેડેમી’ અને ફેન્ટાસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ‘ડ્રીમ 11’ પણ આ વર્ષે ચીનની મોબાઈલ ફોન કંપની વીવો (VIVO)ની જગ્યા લેવાની આ રેસમાં સામેલ છે.

બીસીસીઆઈને વિવો પાસેથી 440 કરોડ મળવાના હતા

ભારત-ચીન સરહદ વિવાદ બાદ ચીનના પ્રોડક્ટ્સની બહિષ્કારની વધતી માંગ વચ્ચે વીવોએ ગયા અઠવાડિયે બીસીસીઆઈ સાથે કરાર સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. 2017માં વિવો ઇન્ડિયાએ 2199 કરોડ રૂપિયામાં આઇપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ હાંસલ કર્યા હતા. કરાર મુજબ કંપનીએ દરેક સીઝનમાં બીસીસીઆઈને આશરે 440 કરોડ રૂપિયા ચુકવવા પડતા હતા.

એવી અટકળો છે કે નવા સ્પોન્સર કદાચ આટલી કિંમત ચૂકવી શકશે નહીં અને બીસીસીઆઈને નુકસાન થવો નક્કી છે. જોકે, સૌરવ ગાંગુલીને લાગે છે કે તેના ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વિવો સાથેના ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટાઇટલ સ્પોન્સરશિપ ડીલ કેન્સલ થવાને એક ઝટકો લાગ્યું હોવાનું કહ્યું અને આનાથી નાણાકીય કટોકટી પેદા થઈ શકે તેવી ચર્ચાઓને રદ કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.