ભારતમાં પેટ્રોલ- ડીઝલની કિંમત રોજ નવો રેકોર્ડ બનાવી રહી છે. જાણો કેમ વધી રહ્યા છે ઓઈલના ભાવ
જ્યારે આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેની કિંમત ઘણી ઓછી છે. ત્યારે ભારતીય એક લીટર કાચા તેલની સરખામણીએ પેટ્રોલના 4 ગણા ભાવચૂકવી રહ્યા છે. જો કે તેલ પર કેટલાક તેલ ઓછા થઈ જાય તો આ ત્રાસથી બચી શકાય છે.
આજે કાચા તેલ બ્રેંટ ક્રુડ 63.57 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે અને દિલ્હીમાં પેટ્રોલ 89 રુ પ્રતિ લિટરને પાર છે. જ્યારે યુપીએના બીજા કાર્યકાળમાં 2009થી લઈને 2014 સુધી ક્રુડની કિંમતમાં 70થી 110 ડોલર પ્રતિ બેરલ સુધી હતી.
જો ત્યાં કિંમત ઘટે તો રિટેલમાં ભાવ ઓછા થવા જોઈએ. જોકે મોટા ભાગે એવું નથી થતુ. જેથી તેનાથી ઉલટુ આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલની કિંમત 13 ટકા ઘટવા છતા ભારતમાં ઘણી વધારે કિંમતો છે.
એક ભારતીય ગ્રાહકને પેટ્રોલ ભરવા માટે ક્રુડ ઓઈલની કિંમત (15.60 રુ.પ્રતિ લીટર)ની સરખામણીએ 5 ગણી (72.93 રુ. પ્રતિ લીટર) ચૂકવવા પડ્યા.
લોકડાઉનમાં ઢીલ બાદ આ વર્ષે જાન્યુઆરીમાં ક્રુડ ઓઈલની કિંમત 25 રુ. પ્રતિ લીટર હતી. પરંતુ ગ્રાહકોને 87.57 રુ. પ્રતિ લીટર પડ્યુ. એવું એટલા માટે કે ક્રુડ ઓઈલની કિંમતો ઘટ્યા બાદ સરકાર નવા ટેક્સ લગાવી દે છે. 5 મે 2020માં ક્રુડ ઓઈલના ભાવ 28.84 રુ. પ્રતિ લીટરથી 14.75 રુ. પ્રતિ લીટર થયા. પણ સરકારે પેટ્રોલ પર રિકોર્ડ 10 રુ. પ્રતિ લીટર અને ડીઝલ પર 13 રુ. પ્રતિ લીટર હિસાબે એક્સાઈઝ ડ્યૂટી લગાવી.
આ રીતે વધારે કિંમત ચૂકવે છે ગ્રાહક
ઉલ્લેખનીય છે કે જે પેટ્રોલની કિંમત 30 રુપિયા છે. તેના પર એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ 86-87 રુ. પહોચી જાય છે. નોંધનીય છે કે રિફાઈનરિઓ ક્રુડ ઓઈલને 29.34 રુપિયા પ્રતિ લીટરમાં ખરીદે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.