એક બાળકી છે, જેના નામે છે બે વર્લ્ડ રેકોર્ડ,જાણો કોણ છે આ ઇન્ટેલિજન્ટ બાળકી

એક બાળકી છે કિયારા કૌર. તેની ઉંમર 5 વર્ષની છે, પરંતુ તેના નામે બે વર્લ્ડ રેકોર્ડ છે. ઉલ્લેખનીય છે કે કિયારા કૌર ભારતીય અમેરિકી છે. તે સંયુક્ત અરબ અમીરાત (UAE)મા રહે છે. તેની પાસે પ્રતિભા છે કે તે 105 મિનિટમાં સતત 36 પુસ્તકો વાંચી લે છે.

તેણે 13 ફેબ્રુઆરીના રોજ એક બાદ એક સતત 105 મિનિટ સુધી પુસ્તકો વાંચવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. ત્યારે તેની ઉંમર 4 વર્ષની હતી. તો એશિયા બુક ઓફ રેકોર્ડ્સે કહ્યું કે તે સતત સૌથી વધારે પુસ્તકો વાંચનારી બાળકી છે. કિયારા કૌરને શરૂઆતથી જ પુસ્તકો વાંચવાનો શોખ રહ્યો છે. જ્યારે તે અબુ ધાબીમાં નર્સરીમાં હતી ત્યારે તેના એક શિક્ષકે તેની પ્રતિભાને ઓળખી હતી

કિયારના માતા-પિતા ચેન્નાઇના રહેવાસી છે. કિયારાનો જન્મ અમેરિકામાં થયો હતો. તે મોટી થઈને ડૉક્ટર બનવા માંગે છે. તો એક 2 વર્ષના છોકરાએ પણ એશિયા બુક ઓફ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ છોકરો ગૂગલ ગુરુના નામથી ઓળખાય છે. આ રેકોર્ડ તેણે વર્ષ 2019માં પોતાના નામે કર્યો હતો. તેણે 2019માં રેકોર્ડ બનાવ્યો હોવા છતાં તેને યાદ કરવું બને એટલે છે કે તેણે નાનકડી ઉંમરમાં જ આ પ્રસિદ્ધી મેળવી લીધી હતી.

એશિયા બુક ઓફ રેકોર્ડની ટીમે ગૌરાનગરના રહેવાસી અરવિંદ ઉપાધ્યાયના પુત્ર ગુરુ ઉપાધ્યાયની પરીક્ષા લીધી હતી. જેમાં એક વર્ષના કરંટ અફેર અને ધોરણ 6 સુધીના ભૌતિક વિજ્ઞાન, ગણિતના ફોર્મ્યુલા સંબંધિત સવાલ પૂછ્યા હતા. ગુરુ ઉપાધ્યાયે એક મિનિટ 48 સેકન્ડમાં 34 સવાલોના સાચા જવાબ આપ્યા હતા. ગુરુની પરીક્ષા લેવા માટે વિશેષજ્ઞોની ટીમ ગઇ હતી. ટીમે વર્ષ 2018થી મે 2019 સુધી દુનિયાભરના ઘટનાક્રમો પર સવાલ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.