પેજાવર મઠનાં પ્રમુખ વિશ્વેશ તીર્થ સ્વામીનું રવિવારનાં ગંભીર બીમારીનાં કારણે નિધન થયું. તેઓ બીમાર હતા અને તેમની ઘણા સમયથી કેએમસી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. રવિવારનાં જ તેમને હૉસ્પિટલથી મઠ લાવવામાં આવ્યા હતા. વિશ્વેશ તીર્થ સ્વામીનાં નિધનથી મઠથી જોડાયેલા લોકો શોકમાં ડૂબ્યા છે. ખુદ પીએમ મોદીએ તેમના નિધનથી શોક પ્રકટ કર્યો છે.
વિશ્વેશ તીર્થ સ્વામી પેજાવર મઠનાં 32માં મહંત હતા. ઉડુપીનાં આઠ મઠોમાંથી એક પ્રમુખ મઠ પેજાવર મઠ પણ છે. વિશ્વેશ તીર્થ સ્વામીનો જન્મ 27 એપ્રિલ, 1931નાં કર્ણાટકનાં રામાકુંજમાં એક શિવાલી મધ્વ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. માતા-પિતાએ તેમનું નામ વેંકટરામા રાખ્યુ હતુ, પરંતુ 8 વર્ષની ઉંમરમાં સંન્યાસ લીધા બાદ તેમનું નામ વિશ્વેશ તીર્થ સ્વામી પાડવામાં આવ્યું. શ્રી ભંડારકેરી મઠ અને પલિમારૂ મઠનાં ગુરૂ શ્રી વિદ્યામાન્યા તીર્થથી તેમણે શિક્ષા મેળવી હતી. ઉમા ભારતીથી લઇને યોગી આદિત્યનાથ સુધીનાં તેમને એક મહાન સંત માનતા હતા.
બાળપણથી જ વિશ્વેશ સ્વામીએ પોતાની કૃષ્ણભક્તિથી લોકોનું ધ્યાન આકર્ષિત કરી દીધું. આગળ ચાલીને સ્વામીજીએ ઘણા સામાજિક કાર્યક્રમ – સંસ્થાઓનો પાયો રાખ્યો. તેમની આગેવાનીમાં ઘણી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓની સ્થાપના થઈ. ગરીબ બાળકોનાં શિક્ષણનો ખર્ચ ઉઠાવનારી અખિલ ભારતીય મધ્વ મહામંડળનું નિર્માણ પણ સ્વામીજીનાં હાથોથી થયું.
ભારતમાં તેમણે ઘણા ધાર્મિક સ્થળો પર એવા મઠોનું નિર્માણ કર્યું જે દર્શન કરવા આવેલા તીર્થ યાત્રીઓની સેવા કરે છે. અયોધ્યામાં રામ જન્મભૂમિ આંદોલનથી લઇને ગૌ સંરક્ષણનાં મુદ્દાને લઇને પણ સ્વામીએ જોરદાર સમર્થન કર્યું હતુ. દેશભરમાં લોકો તેમને ‘રાષ્ટ્ર સ્વામીજી’નાં નામે જાણતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.