જાણો કોને મળ્યું રામ મંદિરના ભૂમિ પૂજનનું પ્રથમ નિમંત્રણ…

અયોધ્યામાં રામ જન્મભૂમિ પૂજન માટે તૈયારીઓ જોરશોરથી ચાલીરહી છે અને તેના માટે આમંત્રણ ગણમાન્ય લોકોને મોકલવામાં આવી રહ્યા છે. આ પૂજનનું પ્રથમ આમંત્રણ અયોધ્યા મામલે મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અંસારીને મોકલવામાં આવ્યું છે. તેમને આ આમંત્રણ રામ મંદિર ટ્રસ્ટના મહંત ચંપત રાય તરફથી મોકલવામાં આવ્યું છે.

ઇકબાલ અંસારીની સાથે મુસ્લિમ પક્ષકાર રહેલ હાજી મેહબૂબને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યું છે અને લાવારિસ લાશોના અંતિમ સંસ્કાર કરનાર પદ્મશ્રી મુહમ્મદ શરીફને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઇકબાલ અંસારીની પ્રતિક્રિયા:

ઇકબાલ અંસારીએ કહ્યું કે, તેઓ રામ જન્મભૂમિ પૂજનનું આમંત્રણ મળવાથી ખુશ છે અને તેઓ આ કાર્યક્રમમાં જરૂર સામેલ થશે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ જગ્યા રામલલાને ભવ્ય મંદિર માટે આપી છે અને હવે કોઈ વિવાદ નથી. ઇકબાલ અંસારીએ એ પણ કહ્યું કે, હું હંમેશાથી સાધુ સંતોની વચ્ચે રહ્યો છું અને મનમાં રામ પ્રત્યે ખૂબ જ સન્માન છે.

ઇકબાલ અંસારીએ એ પણ કહ્યું કે, લગભગ આ ભગવાન રામની જ ઇચ્છા હતી કે તેમના મંદિર માટે થનાર ભૂમિ પૂજન માટે પ્રથમ આમંત્રણ તેમને મળે, તેઓ તેને સ્વીકારે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.