આપણા ઘરમાં ચણાનું સેવન અલગ-અલગ રીતે કરવામાં આવે છે. કોઇ તેને બાફીને ખાવાનું પસંદ કરે છે તો કોઇ તેનું શાક બનાવીને ખાય છે. તમે તેનું સેવન જે પણ રીતે કરો તેના પોષક તત્ત્વ તમારા શરીરને ફાયદો પહોંચાડે છે.
કાળા ચણા પોતાના અદ્દભુત સ્વાસ્થ્ય લાભો માટે ઓળખાય છે.. તેમાં ઘણું બધુ ફાઇબર, પ્રોટીન, વિટામિન, મેગેનીઝ, ઝિન્ક અને આયર્ન હોય છે. આ ન માત્ર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે પરંતુ આપણા વાળ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. વાળને હેલ્ધી રાખવા છે તો કાળા ચણાને ન માત્ર પોતાના આહારમાં જ સામેલ કરો પરંતુ તેમાંથી તૈયાર થતાં હેર માસ્કનો પણ ઉપયોગ કરો.
સફેદ વાળ થતાં અટકાવે છે
વધતી ઉંમરની સાથે વાળનું સફેદ થવું એક સામાન્ય સમસ્યા છે. પરંતુ ઓછી ઉંમરમાં જ જો વાળ સફેદ થવાનું શરૂ થઇ જાય તો સમજો કે તમારા ડાયેટમાં જ કંઇક ખરાબી છે. પોતાના આહારમાં નિયમિત કાળા ચણા સામેલ કરવાથી તમારા વાળનું સફેદ થવુ અટકી શકે છે, કારણ કે તેમાં પ્રોટીન અને મેંગેનીઝનું ભારે પ્રમાણ હોય છે. કાળા ચણમાં રહેલ તત્ત્વ તમારા વાળના પિગમેન્ટેશનને બદલવામાં મદદ કરશે.
વાળને ખરતાં અટકાવે છે
વાળમાં કાળા ચણાથી બનતા હેર માસ્ક લગાવવા ઉપરાંત ચણાનું સેવન કરવાથી પણ ખરતા વાળની સમસ્યા દૂર થાય છે. તેમાં રહેલ ઝિન્ક અને વિટામિન-એ વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઝિન્ક અથવા વિટામિન-એની કમીના કારણે વાળ ખરવાની સમસ્યા સર્જાઇ શકે છે એટલા માટે ચણાને પોતાના આહારમાં સામેલ કરવાથી તમારા વાળને ફાયદો થઇ શકે છે.
ડેન્ડ્રફનો ઇલાજ કરે
ડેન્ડ્ર્ફ સૌથી સામાન્ય વાળની સમસ્યાઓમાંથી એક છે જેનાથી મોટાભાગના લોકો પરેશાન રહે છે. ડેન્ડ્રફને અટકાવવાની એક સરળ પદ્ધતિ છે કે તમે પોતાના વાળ પર બ્લેક પેપરનો ઉપયોગ કરો. એક વાટકીમાં 4 ટેબલસ્પૂન કાળા ચણાનો પાઉડર લો અને તેમાં થોડુંક પાણી મિક્સ કરો. તેની પેસ્ટ બનાઓ અને પોતાના સ્કૈલ્પ પર લગાઓ. થોડીક મિનિટ સુધી રાખો અને ત્યારબાદ ધોઇ નાંખો.
ડ્રાય વાળને મુલાયમ બનાઓ
કાળા ચણા વાળને પોષણ આપતાં પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે જે વાળને રેશમી અને સ્વસ્થ બનાવે છે. ડ્રાય વાળ માટે તમે કાળા ચણાનો ઉપયોગ કરીને હેર માસ્ક તૈયાર કરી શકો છો. એક વાટકીમાં 2 મોટી ચમચી કાળા ચણાનો પાઉડર, 1 ઈંડૂં, 1 ટીસ્પૂન લીંબૂનો રસ અને 1 ટીસ્પૂન દહીં મિક્સ કરો. તમામ સામગ્રીઓને સારી રીતે મિક્સ કરો અને પેસ્ટને પોતાના વાળ પર લગાઓ. 20 મિનિટ માટે રહેવા દો અને ત્યારબાદ ઠંડાં પાણીથી ધોઇ નાંખો. આ હેરપેકના ઉપયોગથી તમારા વાળ મુલાયમ અને ચમકદાર બની જશે.
હેરગ્રોથમાં મદદ કરશે
કાળા ચણામાં વિટામિન-B6 અને ઝિન્ક ભરપૂર પ્રમાણમાં હોય છે જે વાળના વિકાસ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ બંને તત્ત્વ વાળમાં પ્રોટીનના નિર્માણમાં મદદ કરે છે જેનાથી વાળના મૂળ મજબૂત થાય છે અને તેનો ગ્રોથ ઝડપી થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.