વીકેન્ડ લોકડાઉન શુક્રવાર રાતના 8 વાગ્યાથી સોમવાર સવારે 7 વાગ્યા સુધી,જાણો કઈ સુવિધાઓ રહેશે ચાલુ અને કઈ રહેશે બંધ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ મહામારી લોકોને ડરાવી રહી છે. આ સમયે બેકાબૂ સંક્રમણ પર લગામ લગાવવા ઉદ્ધવ સરકારે રાજ્યના કેટલાક શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કર્યો છે તો સાથે પૂરા રાજ્યમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત પણ કરી છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવા માટે રવિવારે મંત્રિમંડળની બેઠક બોલાવી હતી. ત્યાર બાદ શુક્રવારે રાતથી 30 એપ્રિલ સુધી સપ્તાહનું અંત સુધી લોકડાઉન અને અનેક સખત નિયમોની પાબંધીની જાહેરાત કરી હતી.

બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ પ્રદેશમાં સંપૂર્ણ લોકડાઉન પર ભાર મૂક્યો હતો. જો કે મંત્રિમંડળે તેનો ઈન્કાર કર્યો હતો. આ પછી નિર્ણય લેવાયો કે શનિવાર અને રવિવારે લોકડાઉન લગાવાશે.

જે ફિલ્મો અને સીરિયલના શૂટિંગમાં આર્ટિસ્ટ અને કર્મચારીની જરૂર હશે તેમને શૂટિંગની પરમિશન મળશે નહીં.
ઈન્ડસ્ટ્રી અને પ્રોડક્શન સેક્ટર, શાક માર્કેટ એસઓપી અનુસાર કામ કરશે.

દરેક ડીમાર્ટ, બિગ બજાર, રિલાયન્સ માર્કેટ અને અન્ય સુપર માર્કેટ ખુલ્લા રહેશે અને જરૂરી સામાન સવારે 7થી રાતના 8 વાગ્યા સુધી વેચી શકશે.
એપીએમસી માર્કેટમાં પણ જરૂરી સામાન વેચી શકાશે.
વાહનોના રિપેરિંગના ગેરેજ ખુલ્લા રહેશે. કોરોના નિયમના આધારે કામ ચાલુ રહેશે. પણ દુકાનો બંધ રહેશે.

રોડ સાઈડના ઢાબા ખુલ્લા રાખી શકાશે પણ ખાવાનું વેચી શકાશે. ત્યાં બેસીને તમે ખાઈ શકશો નહીં.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.