બુધવારે મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આજે વરસાદ ચાલુ રહેવાનું અનુમાન લગાવાયું છે. ભારે વરસાદના કારણે સમુદ્રમાં હાઈ ટાઈડની ચેતવણી અપાઈ છે. આ દરમિયાન વરસાદ નહીં રોકાય તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે.
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડુબી ગયા હતા. પાણી ભરાવાના કારણે રેલવે તરફથી પણ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.
હવામાન વિભાગના જણાવ્યાનુંસાર આ વર્ષે મહારાષ્ટ્રમાં સારા વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યુ છે. 9થી 13 જૂનની વચ્ચે મુંબઈ અને કોંકણ વિસ્તારમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે પણ મુંબઈમાં પાણી પાણી થઈ ગયું છે. આ વર્ષે સમયના એક દિવસ પહેલા ચોમાસું મુંબઈ પહોંચી ગયુ છે.
ઓડિશાના ઉત્તર કિનારે, ગોવા, કોંકણ, અંડમાન, નિકોબાર દ્વીપમાં હળવા વરસાદનું અનુમાન છે. આની સાથે કર્ણાટક અને તેલંગાનાના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. એટલું જ નહીં ઉત્તર પ્રદેશ, બિહાર, સહિત ગુજરાત, ઝારખંડ અને તમિલનાડુંના કેટલાક ભાગોમાં વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.
ઓડિશા અને પશ્ચિમ બંગાળના ગંગાના વિસ્તારોમાં 11 જૂન અને મધ્ય પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં 12 જૂનથી ભારે વરસાદ થઈ શકે છે. એક તરફ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો તો બીજી તરફ દિલ્હીમાં ભારે ગરમી પડી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.