ચૂંટણી નિમિત્તે યોજાએલી એક સભાને ગાંધી જયંતીએ સંબોધતાં વિવાદાસ્પદ મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે આજના ગોડસે દેશને બરબાદ કરી રહ્યા છે. જે લોકો દેશને પ્રેમ કરે છે એ લોકોને મારે કહેવું છે કે દેશને બચાવી લો પ્લીઝ.
ઐારંગાબાદમાં એઆઇએમઆઇએમના લોકસભાના સાંસદ ઇમ્તિયાઝની સભામાં બોલતાં ઓવૈસીએ કહ્યું કે જ્યારે આખા દેશમાં ભાજપ તરફથી મોજુ્ં હોવાનું આખી દુનિયા માનતી હતી ત્યારે ઔરંગાબાદમાં તમે ઇમ્તિયાઝને જીતાડીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું. તમારો દેશપ્રેમ અલ્લાહ વધારે. લોકોને એમ હતું કે અમારી સફળતા માત્ર હૈદરાબાદ સુધી રહેશે. પરંતુ અહીં ઔરંગાબાદમાં ઇમ્તિયાઝને જીતાડીને તમે સૌને ખોટા પાડ્યા.
ઓવૈસીએ વધુમાં કહ્યું કે જ્યારે દેશ આખામાં ભાજપના ઉમેદવારો જીતી રહ્યા હોય ત્યારે અહીં ઇમ્તિયાઝ જીતે એ વિજય વધુ મહત્ત્વનો ગણાય. એ વિજય માટે તમે જવાબદાર છો અને અમે તમારા આભારી છીએ. આ વખતે પણ તમારે અમને જીતાડવાના છે.
તાજેતરની લોકસભા ચૂંટણીમાં ઇમ્તિયાઝ ઔરંગાબાદ બેઠક પરથી વિજયી નીવડ્યા હતા. ઓવૈસીએ કહ્યું કે મોદી અને અમિત શાહ વારંવાર કહી રહ્યા છે કે એનઆરસી લાવો. દેશનું બંધારણ સર્વોચ્ચ છે. આજના ગોડસે દેશને બરબાદ કરી રહ્યા છે ત્યારે તમારે મતદારોએ આ ગોડસેથી દેશને બચાવવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.