જાણો, લોહી ચૂસતાં મચ્છરોથી છૂટકારો મેળવવાની કેટલીક પદ્ધતિઓ વિશે

વરસાદની ઋતુમાં મચ્છરો સાથે સંકળાયેલી સમસ્યાઓ ઘણી વધી જાય છે. મોનસૂન મચ્છરોની ઉત્ત્પતિ અને તે લીધે શરૂ થતી બીમારીઓનો સમય હોય છે. ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને મલેરિયા જેવા ભયંકર રોગ આ ઋતુમાં જ થાય છે. દરેક રાજ્યની સરકાર આ ઋતુમાં મચ્છરોથી પેદા થતાં જોખમને કંટ્રોલ કરવા માટે પાવર સ્પ્રે અને ફૉગિંગ મશીન સહિત કેટલીય અન્ય પદ્ધતિઓની મદદ લે છે. જો કે, પોતાના વિસ્તાર અથવા ઘરની આસપાસ મચ્છરોથી બચવા માટે લોકો પોતે પણ કેટલાક પગલાં લેવા જોઇએ.

મોનસૂનમાં મચ્છર ઘરની બહાર જમા થયેલ પાણીમાં ઝડપથી પેદા થવા લાગે છે. ઘરની બહાર પાણીને જમા ન થવા દેશો અને જરૂર ન હોય તો પાણીના વાસણોને ઊંઘા કરીને જ મૂકો. ઘરની બહાર કચરો ન ફેલાય તેનું પણ ધ્યાન રાખો.

મોનસૂનના સમયે ઘરમાં મચ્છરોથી છૂટકારો મેળવવા માટે સ્પ્રેનો ઉપયોગ કરો. ઘરમાં મચ્છરોથી છૂટકારો મેળવવાની સૌથી ઝડપી અને સરળ રીત છે. જો કે આ સ્પ્રેનો ઉપયોગ ગાઇડલાઇન્સને ધ્યાનમાં રાખીને જ કરવો જોઇએ. જે લોકોને શ્વાસ સંબંધિત સમસ્યા છે તેમણે સ્પ્રેના સંપર્કમાં ન આવવું જોઇએ. મચ્છરોનો નાશ કરનાર આ સ્પ્રેમાં કેટલાય હાનિકારક કેમિકલ હોય છે. આ સ્પ્રે કોઇ જાણિતાં બ્રાન્ડનું જ હોવું જોઇએ.

ઘરમાં મચ્છરોથી છૂટકારો મેળવવા માટે વિજળી અથવા બેટરીથી ચાલતા ‘ઇલેક્ટ્રિક ઇન્સેક્ટ ટ્રેપ’નો પણ ઉપયોગ કરી શકો છો. મૉસ્કિટો ટ્રેપ ખૂબ જ સરળતાથી ઘરમાં મંડરાતા મચ્છરો અને કીટાણુને નષ્ટ કરી શકે છે. એક ઝાટકામાં કેટલાય મચ્છરોથી લડનાર આ ખાસ ઉપકરણ વિજળીના અવાજથી તમને થોડુક પરેશાન કરશે પરંતુ આ રીત કેમિકલ ફ્રી અને ઇકો-ફ્રેન્ડલી છે.

મચ્છરોથી મુક્ત રહેવા માટે ઘરમાં કપૂર, લસણ, કૉફી, લવેન્ડર ઓઇલ અને ફુદીનો રાખો. કોઇ વાસણમાં કપૂરને રૂમમાં આસપાસ લગભગ 30 મિનિટ સુધી રાખવાથી મચ્છર ગાયબ થઇ જાય છે. આ રીતે તમારે બાકીની નેચરલ વસ્તુઓની મદદથી મચ્છરોને મારવાનો પ્રયાસ કરવો જોઇએ.

કેમિકલથી બનતા સ્પ્રે મચ્છરોની સાથે-સાથે વ્યક્તિઓ માટે પણ હાનિકારક સાબિત થઇ શકે છે. તમે ઇચ્છો તો લોહી ચૂસતાં આ મચ્છરોનો નાશ કરવા માટે ઘરમાં કેટલાક ખાસ પ્રકારના છોડ પણ રાખી શકો છો. આ છોડની સુગંધથી ઘરમાં મચ્છરોનું રહેવું મુશ્કેલ બની જશે. તમે સિટ્રોનેલા, લેમન બામ, મેરીગોલ્ડ, લેવેન્ડર અથવા રોઝમૈરીનો છોડ લગાવી શકો છો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.