મૉર્નિંગ વૉક કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ મૉર્નિંગ વૉકનો ફાયદો ત્યારે જ થાય છે જ્યારે તમે યોગ્ય સમયે અને યોગ્ય રીતે વૉક કરો છો. સૌથી સારી વાત એ છે કે વૉક કોઇ પણ ઉંમરના વ્યક્તિ કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારે એક દિવસમાં કેટલું ચાલવું જોઇએ? તો જાણો 5 વર્ષની ઉંમરથી લઇને 60ની ઉંમર સુધીના વ્યક્તિએ કેટલું ચાલવું જોઇએ. આ સાથે જ વૉક કરવાથી તમારા શરીરને કયા ફાયદા થાય છે.
– જો તમે સવારે સૂરજના ઉગતા સમયે અથવા તેના થોડાક સમય પછી મૉર્નિંગ વોક કરો છો તો તમને ભરપૂર પ્રમાણમાં વિટામિન-ડી મળે છે જ્યારે અંધારામાં અથવા સૂરજ નિકળતા પહેલા વૉક કરવાથી તમને વિટામિન-ડી મળી શકતો નથી.
– ભરપૂર પ્રમાણમાં ઑક્સિજન ગ્રહણ કરવું, તે મૉર્નિંગ વૉકનું એક મહત્ત્વપૂર્ણ કારણ હોય છે. પરંતુ જો તમે અંધારામાં વૉક કરવા જાઓ છો તો તે સમયે તમને ઑક્સિજનનો લાભ થતો નથી કારણ કે તે સમયે વૃક્ષ છોડ ત્યારે કાર્બન-ડાયોક્સાઇડ બહાર કાઢતા હોય છે.
– દરરોજ સવારે ખુલ્લી હવામાં ચાલવાથી હૃદય સંબંધિત સમસ્યા થતી નથી. જો તમે હૃદય સંબંધિત કોઇ સમસ્યા સામે લડી રહ્યા છો તો એવામાં દરરોજના લગભગ અડધા કલાક સુધી ચાલવાનું રાખો. આમ કરવાથી શરીરમાં હૃદય સંબંધિત રોગ થતા નથી.
– કેટલાક લોકો જે પોતાના શરીરના વધતા વજનથી પરેશાન છે તે લોકો માટે મૉર્નિંગ વૉક એક રામબાણ ઉપાય છે. સવારે દોડવાથી શરીરમાં કેલોરીનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે અને વજન પણ ઓછું થાય છે.
– મૉર્નિંગ વૉક કેન્સર રોગ સામે લડવામાં મદદ કરે છે. એટલા માટે દરરોજ સવારે ઓછામાં ઓછા 45 મિનિટ મૉર્નિંગ વૉક કરવું કેન્સરના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. એક શોધ અનુસાર માનવું છે કે જે લોકો સવારે મૉર્નિંગ વૉક માટે નિકળે છે. તેમનું સ્વાસ્થ્ય જિમ જતાં લોકો કરતાં વધુ સારું રહે છે.
જાણો, કઇ ઉંમરના વ્યક્તિએ કેટલું ચાલવું જોઇએ?
– 5 થી 7 વર્ષ સુધીના બાળકોએ દરરોજ ઓછામાં ઓછું 12000 થી 15000 પગલાં ચાલવું જોઇએ.
– 18 થી 40 વર્ષ સુધીના લોકોએ પણ દરરોજ 12000 પગલાં ચાલવું જોઇએ.
– જ્યારે જે લોકો 40 વર્ષની ઉંમર પાર કરી ચુક્યા છે તેમણે પ્રત્યેક દિવસ 11000 પગલાં ચાલવું જોઇએ.
– 50 વર્ષની ઉંમરના લોકોએ દરરોજ 10000 પગલાં ચાલવું જોઇએ.
– 60 વર્ષથી ઉપરના વડીલોએ 8000 પગલાં સુધી ચાલવું જોઇએ.
– જો તમને કોઇ સ્વાસ્થ્ય સમસ્યા છે તો વૉક કરતા પહેલાં પોતાના ડૉક્ટરની સલાહ લો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.