મોસંબીનો ખાટ્ટો-મીઠો જ્યુસ અમૃતથી ઓછો નથી. મોસંબીમાં વિટામિન સી અને પૉટેશિયમની ભરપૂર પ્રમાણ મળી આવે છે. ખાટ્ટા-મીઠા સ્વાદને કારણે મોસંબીનો જ્યુસ ભારતનું સૌથી લોકપ્રિય જ્યુસ છે જે દરેક જગ્યાએ સરળતાથી મળી રહે છે. મોસંબીમાં ફાઇબર પણ મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. જાણો, આપણા સ્વાસ્થ્ય અને શરીર માટે કેટલુ ફાયદાકારક છે મોસંબીનો જ્યુસ.
– સ્કર્વી એક એવી બીમારી છે જેમાં પેઢામાંથી લોહી નીકળવાની ફરિયાદ રહે છે. આ બીમારી વિટામિન સીની ઉણપને કારણે થાય છે. મોસંબીના જ્યુસમાં વિટામિન સીનું ભરપૂર પ્રમાણ હોય છે જે આ બીમારી માટે મદદરૂપ સાબિત થાય છે.
– પાચનક્રિયા માટે મોસંબીનો જ્યુસ ઘણો ફાયદાકારક હોય છે. પોતાની મીઠી ખુશ્બૂ અને એસિડના પ્રમાણના કારણે મોસંબીનો જ્યુસ પાચનક્રિયામાં મદદ કરે છે. મોસંબીનો જ્યુસ પેટની ઘણીબધી સમસ્યાઓથી પણ છૂટકારો અપાવે છે.
– દરરોજ મોસંબીનો જ્યુસ પીવાથી લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય છે. મોસંબીનો જ્યુસ ઈમ્યૂનિટી પાવરને વધારે છે જેનાથી શરીરને બીમારીઓથી લડવાની શક્તિ મળે છે.
– મોસંબીમાં કૈલોરીઝનું પ્રમાણ ખૂબ જ ઓછુ હોય છે. આ જ કારણથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. મોસંબીના જ્યુસને મધની સાથે પીવાથી વજન વધારવાની સમસ્યાઓથી છૂટકારો મળે છે.
– ગર્ભવતી મહિલાઓ માટે પણ મોસંબીનો જ્યુસ ઘણો ફાયદાકારક હોય છે. આ માતા અને બાળકો બંનેના સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે.
– મોસંબીના જ્યુસમાં કૉપર મળી આવે છે જેનાથી તે વાળને કન્ડિશનિંગનું કામ કરે છે. તેનાથી વાળ ધોવાથી વાળ મુલાયમ અને ચમકદાર બને છે.
– મોસંબીનો જ્યુસ પીવાથી કૉલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે અને બ્લડ પ્રેશરની સમસ્યા પણ દૂર થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.