જાણો PM મોદીએ ટ્વીટર પર કયા એક્ટરને કર્યો ફોલો, એક્ટર થયો ભાવુક અને કહ્યું કંઈક આવુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્વીટર લગભગ 2200થી વધારે લોકોને ફોલો કરે છે. અને હવે તેમાં એક નવું નામ સામેલ થઈ ગયું છે. ભોજપુરી સિનેમાનો આ જુબલી સ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆ છે. ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆએ આ વાતની જાણકારી તેના ટ્વીટર અકાઉન્ટ પર આપી. ખાસ વાત એ છે કે, દિનેશ લાલ યાદવ નિરહુઆએ 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર આઝમગઢમાં અખિલેશ યાદવને ટક્કર આપી હતી.

ભોજપુરી ફિલ્મોના જુબલી સ્ટાર નિરહુઆની ખુશી એ સમયે વધી ગઈ જ્યારે તેના ટ્વીટર અકાઉન્ટ નિરહુઆ હિંદુસ્તાનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અકાઉન્ટથી ફોલો કરવામાં આવ્યું. નિરહુઆએ ખુશી જાહેર કરતા ટ્વીટર પર પોસ્ટ શેર કરી. પ્રધાનમંત્રી મોદીને ટેગ કરતા તેણે લખ્યું, આભાર વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડી રહ્યા છે. પૂજનીય પ્રધાનમંત્રીજીનો દિલથી આભાર વ્યક્ત કરું છું. તમારો આશીર્વાદ મેળવીને ધન્ય થઈ ગયો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.