લીલા પાંદડાવાળી શાકભાજીઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, ખાસ કરીને પાલકને સુપરફૂડ કહેવામાં આવે છે. પાલક પોષકતત્ત્વથી ભરપૂર હોય છે. પાલકમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આર્યન મળી આવે છે, એટલા માટે તેને સ્કિન, વાળ અને હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત આ કેટલાય પ્રકારની ગંભીર બીમારીઓને પણ કંટ્રોલ કરે છે. જાણો, પાલક ખાવાના 10 ફાયદાઓ વિશે…
ઇમ્યૂનિટી વધારે છે :- પાલકમાં મળી આવતાં વિટામિન A શ્વાસ સંબંધિત બીમારીઓને દૂર કરે છે અને શરીરમાં લાળ બનવા દેતું નથી. દરરોજ એક કપ પાલક ખાવાથી ઇમ્યૂનિટી મજબૂત થાય છે અને શરીર આખો દિવસ એક્ટિવ રહે છે.
હાઇબ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે :- પાલકમાં વધુ પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે, જે હાઇ બ્લડ પ્રેશરવાળા દર્દીઓ માટે જરૂરી હોય છે. પોટેશિયમ શરીરમાંથી સોડિયમનું પ્રમાણ ઘટાડે છે, એટલા માટે તેને હાઇ બ્લડ પ્રેશરમાં ઘણું ફાયદાકારક માનવામાં આવે છે.
કેન્સરને અટકાવે છે :- પાલકમાં વધુ પ્રમાણમાં જેક્સૈન્થિન અને કૈરોટીનૉયડ મળી આવે છે જે શરીરમાંથી ફ્રી રેડિકલ્સને બહાર કાઢવાનું કામ કરે છે. આ ફ્રી રેડિકલ્સ શરીરમાં કેન્સર જેવી કેટલીય ગંભીર બીમારીઓને જન્મવા દે છે. એટલા માટે પાલક ખાવાથી શરીર આ બીમારીઓથી આપણને બચાવવા માટે મદદરૂપ સાબિત થાય છે.
હાડકાંને મજબૂત બનાવે છે :- પાલકમાં વિટામિન K હોય છે જે હાડકાં માટે સારું માનવામાં આવે છે. એક કપ પાલકમાં 250 મિલીગ્રામ કેલ્શિયમ મળી આવે છે જે દાંત અને હાડકાં માટે જરૂરી હોય છે. પાલક ખાવાથી હાડકાં મજબૂત થાય છે અને ફ્રેક્ચરનું જોખમ ઓછુ થાય છે.
આંખો માટે લાભદાયી :- પાલકમાં મળી આવતા એન્ટી-ઑક્સીડેન્ટ આંખો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ મોતિયા અને આંખોની અન્ય સમસ્યાઓથી બચાવે છે. પાલકમાં મળી આવતા વિટામિન A આંખોની રોશની વધારે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ :- જો તમે વજન ઘટાડવા ઇચ્છો છો તો પોતાના વેટ લોસ ડાયેટમાં પાલક જરૂરથી સામેલ કરો. પાલકમાં ઘણા ઓછા પ્રમાણમાં કેલોરી હોય છે અને આ ફાઇબરથી ભરપૂર હોય છે. દરરોજ પાલક ખાવાથી પેટ ભરાઇ જાય છે અને જલ્દી ભૂખ લાગતી નથી. એટલા માટે આ વજનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
બૉડીને રિલેક્સ રાખે છે :- પાલક મગજને શાંત રાખે છે અને તણાવમુક્ત રહેવામાં મદદ કરે છે. તેમાં ઝિન્ક અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં મળી આવે છે, જે કેટલાય પ્રકારની માનસિક બીમારીઓને ઠીક કરે છે. દરરોજ પાલક ખાવાથી બોડી રિલેક્સ રહે છે અને ઊંઘ સારી આવે છે.
મગજને તેજ કરે છે :- પાલક ખાવાથી મગજ તેજ રહે છે, ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં નબળી યાદશક્તિની સમસ્યા રહેતી નથી. તેમાં વિટામિન K મળી આવે છે જે નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે અને મગજને એક્ટિવ રાખે છે.
હૃદયની બીમારીઓને અટકાવે છે :- ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે સ્ટ્રોક અને એથેરોસ્ક્લેરોસિસનું જોખમ વધી જાય છે. પાલકમાંથી મળી આવતું લ્યૂટિન હૃદય સંબંધિત બીમારીઓ થતાં અટકાવે છે.
ખીલને રોકે છે :- પાલક સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. આ શરીરમાંથી સોજો ઓછો કરે છે જેનાથી ખીલની સમસ્યા થતી નથી અને સ્કિન ચમકદાર બને છે. પાલક ખાવામાં જ નહીં પરંતુ ફેસપેક સ્વરૂપે પણ કામ આવે છે. પાલકની પેસ્ટ બનાવીને તેનો ફેસમાસ્કની જેમ લગાઓ અને 20 મિનિટ માટે રહેવા દો. તેનાથી સ્કિનના બધા ડાઘ-ધબ્બા દૂર થઇ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.