જાણો શું છે લૉકડાઉન, સામાન્ય જનજીવન પર શું પડશે અસર

દેશમાં કોરોના વાઈરસના વધતા પ્રકોપના લીધે અનેક રાજ્યોમાં લૉકડાઉનની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાન, ઉત્તરાખંડ અને પંજાબને 31 માર્ચ સુધી લૉકડાઉન થઈ ગયું છે. ઘણાં શહેરો સહિત દેશના 75 જિલ્લામાં લૉકડાઉન થઈ ગયું છે. સામાન્ય રીતે હડતાળ-કર્ફ્યૂ વિશે સાંભળ્યું હોય પરંતુ આખરે આ લૉકડાઉન શું છે તેના પર સવાલ ઊભો થાય છે? આપણા જીવનમાં તેની શું અસર પડશે?

પશ્ચિમી દેશોમાં ઈમર્જન્સી સ્થિતિમાં ઘણીવાર લૉકડાઉન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતમાં લૉકડાઉન શબ્દનો ઉપયોગ પહેલીવાર થઈ રહ્યો છે. તેનો સીધો અર્થ છે કે જીવન જરૂરી સેવાઓ છોડી બધુ જ બંધ રહેશે. સામાન્ય રીતે ભારતમાં લોકોને ઘરોમાં રાખવા માટે કર્ફ્યૂ અથવા કલમ 144 જેવા કાનૂનનો ઉપયોગ થાય છે.
આ દરમિયાન માત્ર જરૂરી કે ઈમર્જન્સી સ્થિતિમાં પોતાના ઘરેથી નિકળવાની મંજુરી હોય છે. લૉકડાઉન દરમિયાન તમામ બજારો, વ્યાપારી એકમો, દુકાનો, પબ્લિક ટ્રાન્સપોર્ટ બધુ જ બંધ રહેશે. જો કે જરૂરી સેવા બહાલ કરવામાં આવતી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.