કોરોનાની વેક્સીનની અછતને લઈને સરકારે નવો રોડમેપ તૈયાર કર્યો છે. કેન્દ્રએ જાણકારી આપી છે કે તેઓ ફાઈઝર અને મોર્ડના તથા જોનસન એન્ડ જોનસન કંપની જેવા વૈશ્વિક નિર્માતાઓ પાસેથી વેક્સીનના સપ્લાય માટે ચર્ચા કરી રહી છે. કંપનીએ સપ્લાય માટે થોડા મહિનાનો સમય લાગવાની વાત કરી છે.
ભારતની કોવિડ 19 ટાસ્ક ફોર્સના પ્રમુખ ડોક્ટર વીકે પોલે કહ્યું કે અમે નિર્માતાની સાથે સંપર્ક કર્યો છે અને ઓગસ્ટ – ડિસેમ્બરની વચ્ચે વેક્સીનની ઉપલબ્ધતાની જાણકારી માંગી છે. તેઓએ કહ્યું કે ભારત માટે 216 કરોડ ડોઝ મેળવવામાં આવશે. આગળ વધવાની સાથે સાથે વેક્સીન પણ મળતી રહેશે.
સરકારે ગુરુવારે જાણકારી આપી છે કે 3 ફાર્મા કંપનીઓએ કહ્યું છે કે તેઓ વર્ષ 2021ના અંતમાં વાતચીત કરશે. મીડિયા રિપોર્ટ અનુસાર કંપનીઓએ સંકેત આપ્યા છે કે તત્કાલ વેક્સીન ઉત્પાદન કરવા માટે તેમની પાસે જગ્યા નથી. કંપનીઓએ થોડા મહિના બાદ વાત કરવાનું કહ્યું છે.
પોલે કહ્યું કે ભારતને આશા છે કે આ 3 કંપનીઓના નિર્માતા ઘરેલૂ કંપનીઓના નિર્માતા સુધી ટેક્નોલોજી ટ્રાન્સફર કરશે જેથી વેક્સીનેશનનું ઉત્પાદન વધારી શકાય. ગયા ગુરુવારે કેન્દ્રએ કહ્યું હતું કે વેક્સીનેશન કાર્યક્રમને માટે મે મહિનામાં 7.30 કરોડ ડોઝ મળી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.