એક સ્વસ્થ શરીર અને મગજને પૌષ્ટિક આહારની જરૂર હોય છે. એવો આહાર જે પ્રોટીન, વિટામિન, ફેટ્સ, કાર્બોહાઇડ્રેટ, આયર્ન, જેવા અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય. જો આહારમાં એક પણ પોષક તત્ત્વની ઉણપ રહી જાય છે તો સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વિટામિન કેટલાય કારણોથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વિટામિનની ઉણપ રહી જતા શરીર આપણને કેટલાક સંકેત આપે છે. તમે આ સંકેતો મારફતે પોતાના ડાયેટમાં ફેરફાર કરીને સ્વાસ્થ્યને થતા નુકશાનથી બચી શકો છો અને શરીરને સ્વસ્થ બનાવી શકો છો. જાણો, શરીરમાં વિટામિન અને મિનરલની ઉણપથી મળતા સંકેતો વિશે…
વાળ અને નખનું તૂટવું
કેટલાય કારણોથી વાળ અને નખ તૂટી જાય છે જેમાંથી એક કારણ બાયોટિનની ઉણપ પણ છે. બાયોટિન, જેને વિટામિન B 7ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, શરીરમાં ભોજનને ઉર્જાનું સ્વરૂપ આપવામાં મદદ કરે છે. બાયોટિનની ઉણપથી વાળ તૂટે છે અને પાતળા બની જાય છે અને નખ પણ તૂટવાના શરૂ થઇ જાય છે. આ સંકેતથી તમે વિટામિનની ઉણપને સ્પષ્ટ સમજી શકો છો. આ ઉપરાંત બાયોટિનની ઉણપના અન્ય લક્ષણોમાં થાક, માંસપેશિઓમાં દુખાવો, સોજો આવવો સામેલ છે.
મોંઢામાં ચાંદા પડવા અને હોઠ પર તિરાડો પડવી
આ પણ વિટામિનની ઉણપનો સંકેત છે. મોંઢામાં ચાંદા અને હોઠના ખૂણે તિરાડ વિશેષ રીતે વિટામિન બીની ઉણપથી થાય છે. આ ઉપરાંત આ આયર્નની ઉણપનું પણ સંકેત છે. લીલા પાંદડાંવાળી શાકભાજી, માંસ, માછલી, નટ્સ વગેરેનું સેવન કરો.
પેઢામાંથી લોહી નિકળવું
આ વિટામિન સીની ઉણપનો સંકેત હોય છે. વિટામિન સી શરીરમાં ઘાવ ભરવા, ઇમ્યૂનિટી વધારવામાં મહત્ત્વપૂર્ણ રોલ નિભાવે છે. આ એન્ટીઑક્સીડેન્ટની જેમ કામ કરીને સેલ ડેમેજને પણ અટકાવે છે. શરીરમાં વિટામિન સીનું નિર્માણ જાતે નથી થતું તેને તમારી ડાયેટના માધ્યમથી જ મેળવી શકો છો. વિટામિન સીની શરીરમાં ઉણપ ન સર્જાય તે માટે તમારે ડાયેટમાં તાજાં ફળ અને શાકભાજીઓ સામેલ કરવા જોઇએ. કેટલાય લોકો ડાયેટમાં ફળ અને શાકભાજી ન લઇને જન્ક ફૂડ ખાય છે જેનાથી વિટામિન સીની ઉણપ સર્જાય છે.
આંખોની સમસ્યા
આહાર જેમાં પોષક તત્ત્વોની ઉણપ થઇ જાય તો તે આંખોની સમસ્યાઓને જન્મ આપે છે. તેની ઉણપથી દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓ પેદા થાય છે. જેમ કે વિટામિન – Aની ઉણપથી નાઇટ બ્લાઇન્ડનેસ (રતાંધળાપણું) કહેવાય છે. એવામાં લોકોની ઓછી રોશની અથવા અંધારામાં જોવાની ક્ષમતા ઘટી જાય છે.
વાળ ખરવા
આ ખૂબ જ સામાન્ય સંકેત છે. 50 વર્ષની ઉંમર સુધી પહોંચતા-પહોંચતા 50 ટકા લોકોના મોટાભાગે વાળ ઉતરતાં હોય છે. આ સમસ્યાને ડાયેટમાં પોષક તત્વોને સામેલ કરીને કંટ્રોલ કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.