જાણો, વરિયાળીનું પાણી પીવાથી થતાં સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે…

ભોજનમાં મસાલા તરીકે વરિયાળીનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે. વરિયાળીનો મોટાભાગે લોકો માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગ કરે છે. વરિયાળીના સેવનથી મોંઢાની દુર્ગંધથી તો છૂટકારો મળે જ છે સાથે જ તેના બીજા કેટલાય ફાયદા પણ છે. વરિયાળી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જમ્યા બાદ તેના સેવનથી ભોજન પચાવવામાં સરળતા રહે છે. જો કે, વરિયાળીના પાણીનું સેવન વરિયાળી ખાવાથી પણ વધારે ફાયદાકારક હોય છે. આ કેટલાય પ્રકારના તમને સ્વાસ્થ્ય લાભ અપાવી શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં વરિયાળીનું પાણી ખૂબ જ ફાયદો અપાવે છે. જાણો, વરિયાળીના પાણીના ફાયદા વિશે…

પેટની સમસ્યાઓમાં વરિયાળીનું પાણી ફાયદાકારક છે

વરિયાળીના પાણીમાં પોષક તત્ત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના સેવનથી અપચો, એસિડિટી અને પેટમાં ગેસની સમસ્યામાં આરામ મળે છે. ઉબકા આવવા અને ઉલ્ટીમાં પણ વરિયાળીનું પાણી ફાયદો પહોંચાડે છે. પેટ સંબંધિત સમસ્યાઓ થવા પર તમે વરિયાળીના પાણીનું નિયમિત રીતે સેવન કરો.

વજન ઘટાડવામાં મદદ મળી શકે છે

સવારે ખાલી પેટ વરિયાળીનાં પાણીનું સેવન વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. આ મેટાબૉલિઝ્મને વધારે છે, જેનાથી શરીર વધારે ફેટને બર્ન કરવામાં સક્ષમ થાય છે. તેના માટે વરિયાળીના દાણાંને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સવાર-સવારમાં તેનું સેવન કરો.

માસિક ધર્મના દુખાવાથી રાહત મળી શકે છે

દર મહિને છોકરીઓને માસિક ધર્મના દુખાવામાંથી પસાર થવું પડે છે, પરંતુ દર વખતે તેના માટે દવાઓનું સેવન કરવું યોગ્ય નથી હોતું. એટલા માટે વરિયાળીનાં પાણીનું સેવન કરો. તેનાથી માસિક ધર્મના સમયે થતાં દુખાવાથી રાહત મળે છે. માસિક ધર્મના સમયે થતી ઉલ્ટી અને ઉબકાની સમસ્યામાં પણ વરિયાળીનું પાણી લાભદાયી હોય છે.

બ્લડ શુગરને કંટ્રોલ કરે છે

બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ વરિયાળીનું પાણી મદદરૂપ સાબિત થઇ શકે છે. બાંગ્લાદેશમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વરિયાળીનું પાણીનું નિયમિત સેવન કરવા પર દવાઓની સરખામણીમાં વરિયાળીનું પાણી બ્લડ શુગર લેવલને ઘટાડવામાં અસરકારક સાબિત થયું હતું.

લોહીને સાફ કરે છે

વરિયાળીનાં પાણીમાં ફાઇબરનું સારું એવું પ્રમાણ મળી આવી છે, જેના કારણે તે શરીરના ઝેરી પદાર્થને બહાર કાઢે છે અને શરીરની ગંદકીને સાફ કરે છે. તેનાથી લોહી પણ સાફ થઇ જાય છે. તેના માટે એક ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત માટે રહેવા દો અને સવારે ઉઠીને તે પાણીનું સેવન કરો. તેનાથી ઘણો ફાયદો મળશે. કોઇ પણ વસ્તુનું સેવન કરતાં પહેલા પોતાના ડૉક્ટર અથવા નિષ્ણાંતની સલાહ લેવી જોઇએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.