જનતાએ મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર રચવા જ અમને મત આપ્યા હતા : ભાજપ

મહારાષ્ટ્રમાં મધરાતે સરકાર રચવા મુદ્દે ભાજપે પોતાનો બચાવ કર્યો છે. ભાજપે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની જનતાએ અમને સરકાર રચવા માટે જ મત આપ્યા હતા. ભાજપના કાયદા પ્રધાન રવી શંકર પ્રસાદે કોંગ્રેસ અને એનસીપી બન્ને પર પ્રહારો કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે  જે લોકો એકબીજા પર આરોપો લગાવી રહ્યા હતા તેઓએ જ મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે હાથ મિલાવી લીધા હતા.

દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વેળાએ ફડણવીસ મહારાષ્ટ્રમાં એક સિૃથર સરકાર આપશે કેમ કે જનતા જ ઇચ્છતી હતી કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બને.

તેમણે જણાવ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર રાજ્યપાલને મળ્યા હતા અને ધારાસભ્યોનું સમર્થન હોવાનો પત્ર તેમને સોપ્યો હતો. જે બાદ રાજ્યપાલે ફડણવીસને મુખ્ય પ્રધાન જ્યારે અજિત પવારને ઉપ મુખ્ય પ્રધાન પદે શપથ લેવડાવ્યા હતા.

કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપે લોકશાહીની હત્યા કરી છે. જે અંગે જવાબ આપતા ભાજપના નેતાએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ શિવસેના અને એનસીપી સાથે મળીને સરકાર બનાવે તો તે લોકશાહીનું માન જાળવ્યું ગણાય પણ જો ભાજપ એનસીપી સાથે મળીને મહારાષ્ટ્રને એક સિૃથર સરકાર આપે તો તે લોકશાહીની હત્યા ગણાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.