જંતુનાશક દવા અંગે ફજેતો થયા બાદ ટ્રમ્પનુ એલાન, મીડિયા સાથે નહી કરે રોજ વાત

કોરોના વાયરસથી બચવા જંતુનાશક દવાના ઈન્જેક્શન લગાવવાના નિવેદન બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારે ફજેતો થયો છે.

જોકે આ બાબતે થયેલા વિવાદ બાદ હવે ટ્રમ્પે ઈશારો કર્યો છે કે, તેઓ રોજ મીડિયા સાથે વાત નહી કરે. ટ્રમ્પે ટ્વિટ કરતા કહ્યુ હતુ કે, કોરોના પર રોજે રોજ મીડિયા સાથે થઈ રહેલી વાત માટે સમય કાઢવો જરુરી નથી.

એવુ મનાઈ રહ્યુ છે કે, હવે ટ્રમ્પ રોજ પત્રકારોને અગાઉની જેમ નહી મળે. અત્યાર સુધી પત્રકારો ટ્રમ્પને રોજ થતી પ્રેસ કોન્ફરન્સમાં આકરા સવાલો પૂછતા હતા અને દરેક ટીવી નેટવર્ક પર આ કોન્ફરન્સ પ્રસારીત થતી હતી.ટ્મ્પ કહ્યુ છે કે, વ્હાઈટ હાઉસમાં પ્રેસ મીટનો શું અર્થ રહે છે જ્યારે મીડિયા માત્ર પ્રતિકુળ સવારો કરે છે એ પછી સત્ય સામે રાખવાનો ઈનકાર કરી દે છે. તેમને સારી ટીઆરપી મળે છે અને અમેરિકાના લોકોને ફેક ન્યૂઝ મળે છે. આ સમય અને શક્તિનો વેડફાટ છે.

ટ્રમ્પે જંતુનાશક દવાઓ અંગેના નિવેદન પર કહ્યુ હતુ કે, પ્રેસ સાથે મજાકમાં મેં આ વાત કહી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.