જંતુનાશકોનો ઉપયોગ પાકને જીવાતોથી બચાવવા માટે કરવામાં આવે છે. પરંતુ આ જંતુનાશકોના કારણે પર્યાવરણ દૂષિત થઈ રહ્યું છે. આનાથી પાણીની ગુણવત્તા, જૈવવિવિધતા અને માનવ સ્વાસ્થ્ય પર હાનિકારક અસરો થાય છે.
સંશોધનથી જાણવા મળ્યું છે કે દક્ષિણ આફ્રિકા, ચીન, ભારત, ઓસ્ટ્રેલિયા અને આર્જેન્ટિનામાં જંતુનાશક પ્રદૂષણનું સૌથી વધુ જોખમ છે, જ્યાં પાણીનો અભાવ સૌથી વધુ છે.
અભ્યાસ મુજબ, વિશ્વની કુલ કૃષિ જમીનમાં આશરે 64 ટકા (આશરે 245 લાખ ચોરસ કિલોમીટર) જંતુનાશક પ્રદૂષણનો શિકાર છે, જેમાંથી 31 ટકા ખૂબ જોખમ ધરાવે છે.આ હિસાબે ગુજરાતમાં 92 લાખ હેક્ટર જમીનમાંથી 27થી 30 લાખ હેક્ટર જમીન પર જંતુનાશક અને નિંદામણ નાશક દવાઓનો ખતરો કૃષિ વિષ્ણાંતો જોઈ રહ્યાં છે. ગુજરાતમાં હેક્ટર દીઠ 298 ગ્રામ જંતુનાશક દવા વપરાય છે.
પીવા માટે વપરાયેલા પાણીમાં જંતુનાશક દવા છંટકાવ કરવો જોખમી છે. નદીઓ અને તળાવોના પ્રદૂષણનું વધુને વધુ વિશ્લેષણ થવું જોઈએ
એશિયામાં 49 મિલિયન ચોરસ કિલોમીટરનો સૌથી મોટો વિસ્તાર, જંતુનાશક પ્રદૂષણ માટે ખૂબ જ સંવેદનશીલ છે, જેમાં ચીનનો હિસ્સો 29 લાખ ચોરસ કિલોમીટર છે. રશિયા, યુક્રેન અને સ્પેનમાં ઉચ્ચ પ્રદૂષણનું પ્રમાણ હોવાનું અનુમાન કરવામાં આવે છે, જેમાં લગભગ 62 ટકા કૃષિ જમીન (23 મિલિયન ચોરસ કિલોમીટર) જંતુનાશક પ્રદૂષણ માટે સૌથી સંવેદનશીલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.