જાન્યુઆરીમાં કોઇપણ અઠવાડિયાથી ભારત તેનાં નાગરીકોને કરશે વેકસિન આપવાનું શરૂ : ડૉ. હર્ષવર્ધન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનએ કહ્યું કે, ભારતમાં કદાચ કોરોના મહામારી નો સૌથી ખરાબ સમય પૂર્ણ થઇ ગયો છે. ડૉ હર્ષવર્ધને આશા જતાવી છે કે, જાન્યુઆરીમાં કોઇપણ અઠવાડિયાથી ભારત તેનાં નાગરિકોને વેક્સીન આપવાની શરૂ કરશે.

વેક્સીન ન લગાવવા પર સરકાર નહીં કરે કોઇ દબાણ– કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોરોના વેક્સીનનાં વિતરણ અંગે કહ્યું કે, ભારત સરકાર ગત ચાર મહિનાથી રાજ્યોની સા થે વેક્સીનેશનની તૈયારીમાં લાગી ગયુ છે. લોકોને સુરક્ષિત રીતે કોરોના વેક્સી આપવા માટે 260 જિલ્લાનાં 20 હજારથી વધુ વર્કર્સને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

તેમનું કહેું છે કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 1 કોરડથી વધુ કેસીસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 95 લાખ જેટલા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ગયા છે. તેમણે કહ્યું કે, ભારતનો રિકવરી રેટ દુનિયામાં સૌથી વધુ છે.

ડૉ. હર્ષ વર્ધનનું કહેવું છે કે, દેશ ગત 10 મહિનાઓથી જે સંકટ સામે લડી રહ્યો છે તે હવે દૂર થતો નજર આવી રહ્યો છે. કોરોનાની આ જંગમાં આજે ભારત દુનિયાનાં અન્ય દેશોની સરખામણીએ સારી સ્થિતિમાં છે.

વેક્સીનની સુરક્ષા અને અસર અંગે વૈજ્ઞાનિકો કોઇ પણ પ્રકારે કોઇ જ રિસ્ક લેવા માંગતા નથી. અમારા વૈર્નિકો કોરોના વેક્સીન અંગે ખુબજ ઉંડાણપૂર્વક અને ગંભીરતાથી આંકડાનું અધ્યયન કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.