જાપાનમાં ભૂકંપ, સુનામી ત્રાટકવાની ભીતિ : કુકુશિમાનો ન્યૂક્લિયર પ્લાન્ટ ખતરામાં

– સમુદ્ર તળિયે વિચિત્ર હિલચાલ થતી હોવાનો નિષ્ણાતોનો દાવજો ભૂકંપ  ત્રાટકશે તો તીવ્રતા ૯ રિક્ટર સ્કેલની હશે, સુનામીનાં કારણે દરિયાના મોજાં ૯૮ ફૂટ ઉછળશે : વિજ્ઞાાનિકોની ચેતવણી

જાપાન સરકારની એક વિશેષ પેનલે એવી ચેતવણી આપી છે કે જાપાનમાં ભયાનક ભૂકંપ અને સુનામી ત્રાટકી શકે છે. આ સુનામીના કારણે કુકુશિમાનો ન્યૂક્લિયર પ્લાન્ટ પણ ખતરામાં આવી શકે છે.

જાપાન સરકારના વિજ્ઞાાનિકોની વિશેષ પેનલે સમુદ્રના પેટાળમાં થઈ રહેલી હિલચાલનો અભ્યાસ કર્યા પછી અહેવાલ આપ્યો હતો કે જાપાન ઉપર ભયાનક ભૂકંપ અને સુનામીનો ખતરો તોળાઈ રહ્યો છે.

વિજ્ઞાાનિકોના કહેવા પ્રમાણે જાપાનમાં જો ભૂકંપ આવશે તો તેની તીવ્રતા ૯ રિક્ટર સ્કેલ જેટલી ઊંચી હશે. એટલું જ નહીં, જો સુનામી ત્રાટકશે તો સાગરનાં મોજાં ૯૮ ફૂટ જેટલાં ઊંચા ઉછળી શકે છે.

જો મોજાં આટલા ઊંચે જાય તો કુકુશિમામાં આવેલો ન્યૂક્લિયર પ્લાન્ટ જોખમમાં મૂકાઈ શકે છે. જાપાનમાં ભૂકંપ અને સુનામી ત્રાટકશે તો તેની લપેટમાં સૌથી વધુ હોકાઈડો અને ઈવાતે પરફ્ેક્ટર આવશે.

જાપાન સરકારે આ પેનલના અહેવાલ પછી ટોક્યો ઈલેક્ટ્રિક પાવરને વિશેષ એલર્ટ જારી કરી દીધો છે. કુકુશિમા ન્યૂક્લિયર પ્લાન્ટની સુરક્ષા અને ખાસ તો રેડિએશન લિક ન થાય તે માટેની તપાસ શરૂ કરી છે.

નિષ્ણાતોના અંદાજ પ્રમાણે જાપાનમાં દર ૩૦૦ કે ૪૦૦ વર્ષે એક વખત મહાભૂકંપ અને સુનામી ત્રાટકે છે. છેલ્લે ૧૭મી સદીમાં મહાભૂકંપ અને મહાસુનામીએ જાપાનને ધમરોળ્યું હતું. નિષ્ણાતોના કહેવા પ્રમાણે ફરીથી મહાભૂકંપ અને મહાસુનામીનો સમયગાળો આવી ચૂક્યો છે એટલે જાપાને સાવધાન રહેવું જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.