જાપાન સરકારની અનોખી યોજના : લગ્ન કરનાર દંપતિને 4.20 લાખ રુપિયા મળશે!

ભારતની વાત કરીએ તો આપણા સમાજ માટે લગ્ન એ મહત્વની બાબત છે. આપણે ત્યાં લગભગ દરેક વ્યક્તિને લગ્ન માટેના અભરખા હોય છે. ત્યારે જાપાન એક એવો દેશ છે જ્યાં લોકો લગ્ન કરે તે માટે સરકારે પ્રોત્સાહન આપતી યોજના શરુ કરવી પડે છે. જી હા તમે બિલકુલ સાચુ જ સમજ્યા. જાપાન સરકારે એક યોજના શરુ કરી છે, જે પ્રમાણે લગ્ન કરનાર યુગલને સરકાર પૈસા આપશે. એ પણ થોડા ઘણા નહીં પરંતુ પુરા 4.20 લાખ રુપિયા.

જાપાનના લોકો સામાન્ય રીતે એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. દુનિયામાં સૌથી વધારે વૃદ્ધોની સંખ્યા પણ જાપાનમાં છે. આ બધા કારણોસર જાપનમાં જન્મદર ખૂબ ઓછો. જન્મદર વધારવા માટે જાપાન સરકાર આ યોજના લાવી છે. જાપાનના પ્રમુખ અખબાર જાપાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે સરકાર એવા લોકોને સહાય આપશે જે લોકો પૈસાની અછતના કારણે લગ્ન નથી કરી શકતા તેમને સરકાર સહાય આપશે.

સરકારે જન્મદર વધારવાના આશય સાથે આ પહેલ કરી છે. જે પ્રમાણે લગ્ન કરનાર યુગલને 600,000 યેન પવામાં આવશે. ભારતીય રુપિયા પ્રમાણે આ રકમ 4.20 લાખ થાય છે. આ સહાય મેળવવા માટે લોકોને નવવિવાહિત સહાયતા કાર્યક્રમની અંદર સામેલ થવું પડશે. આ યોજના આવતા વર્ષે એપ્રિલ માસથી શરુ થશે. આ યોજનાના લાભ માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે.

યોજનાનો લાભ તેવા દંપતિને જ મળશે જેમની ઉંમર 40 વર્ષ કરતા ઓછી હોય, ઉપરાંત તેમની વાર્ષિક આવક 38 લાખ કરતા છી હોવી જોઇએ. આવા લોકો જ આ યોજના માટે નામ નોંધાવી શકશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.