જાપાનના પ્રોફેસરે લીકેબલ ટીવી બનાવ્યું, સ્ક્રીન પર જીભ ફેરવવાથી વાનગીનો ટેસ્ટ આવશે જાણો ક્યાં કારણે આ ટીવી બનાવ્યુ

જાપાનના પ્રોફેસરે લીકેબલ ટીવી સ્ક્રીનનો પ્રોટોટાઇપ બનાવ્યો છે. આ સ્પેશિયલ ટીવીમાં 10 પ્રકારના ટેસ્ટ ઉમેરવામાં આવ્યા છે જેથી યુઝર્સ ટીવી પર પોતાની જીભ મૂકશે તો તેમને વાનગીનો ટેસ્ટ આવશે.

આ ડિવાઇસનું નામ ટેસ્ટ ધ ટીવી છે. તેમાં પર્ટિક્યુલર ફૂડના 10 અલગ-અલગ ટેસ્ટ છે.અને ફ્લેટ ટીવી પર હાઇજીન સપાટીથી ગ્રાહકો ભોજનનો આનંદ માણી શકશે.

ટોક્યોમાં આવેલી મેઇજી યુનિવર્સીટીના પ્રોફેસર અને આ ટીવીના ફાઉન્ડર હોમેઇ મિયાશીતાએ કહ્યું, કોરોના ટાઈમમાં દુનિયા સામે અનેક નવી ટેક્નોલોજી આવી. આ ટેક્નોલોજીથી બહારના વર્લ્ડ સાથે યુઝર્સને કનેક્ટ થવામાં સરળતા થઇ. આ ટીવી બનાવવા પાછળનો હેતુ યુઝર્સને ટીવી જોતી વખતે રેસ્ટોરાંમાં ભોજન કરતા હોય તેવો અનુભવ આપવાનો છે. ઘરે બેઠા પણ તેઓ બંને વસ્તુની મજા માણી શકે છે.

ફ્લેવર્ડ રિલેટેડ ડિવાઇસ બનાવવા માટે પ્રોફેસરે 30 લોકોની ટીમ સાથે કામ કર્યું. અને આ ટીવીની કિંમત 66 હજાર રૂપિયા આસપાસ હોય શકે છે. પ્રોફેસર હોમેઇ સ્પ્રે ટેક્નોલોજી પર પણ કામ કરી રહ્યા છે.

​​​​​​​મેઇજી યુનિવર્સીટીની 22 વર્ષીય સ્ટુડન્ટ યુકી હોઉએ કહ્યું, મેં સ્ક્રીન સામે જઈને કહ્યું કે મારે સ્વીટ ચોકલેટનો ટેસ્ટ કરવો છે. તેનો વોઇસ સ્ક્રીન સામે રિપીટ થતો રહ્યો. અને થોડા ટ્રાય પછી પ્લાસ્ટિક શીટમાંથી ચોકલેટ ફ્લેવરનો ટેસ્ટ આવ્યો. એ ટેસ્ટ સ્વીટ ચોકલેટ સૉસ જેવો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.