ઝારખંડમાં ભાજપના અબકી બાર 65 કે પારના ટાર્ગેટનું સૂરસૂરિયું, હવે સત્તા મેળવવા ભાજપને મારવા પડશે હવાતિયાં

ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થયા છે અને ટ્રેન્ડ મુજબ કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીનું ગઠબંધન બહુમતનો આંકડા પાસે પહોંચ્યુ છે. જ્યારે ગત વિધાનસભા ચૂંટણીમાં 37 બેઠક મેળવનારા ભાજપ ટ્રેન્ડમાં 25 બેઠકથી વધુ બેઠક મેળવી શક્યું છે. અબકી બાર 65 કે પારના લક્ષ્ય સાથે ઝારખંડમાં મેદાને ઉતરેલી ભાજપ ટ્રેન્ડમાં બીજા ક્રમે જોવા મળી રહી છે. ઝારખંડમાં ભાજપે અબકી બાર 65 કે પારનું લક્ષ્ય અને સુત્ર આપ્યું હતું જેનું સૂરસૂરિયું થઈ રહ્યું છે. ઝારખંડ ગુમાવ્યું તો પૂર્વોત્તરમાંથી એનડીએના વળતાં પાણી શરૂ થશે. હાલમાં સીએએ અને એનસીઆરનો જોરદાર વિરોધ આ રાજયોમાં થઈ રહ્યો છે.

ભાજપ માટે કપરો સમય, ઝારખંડ ગુમાવ્યું તો પૂર્વોત્તરમાંથી થશે વળતાં પાણી

ઝારખંડમાં ભાજપને સરકાર બનાવવાનો પડકાર છે તો જેએમએમ આ વખતે સરકારમાં પરત આવી શકે છે. 2019માં કેન્દ્રમાં ભાજપ સરકાર ફરી પૂર્ણ બહુમત સાથે સત્તા પર આવી છે અને કેન્દ્રમાં મોદી સરકારની સત્તા વાપસી બાદ ત્રીજી વિધાનસભા ચૂંટણી છે. હરિયાણા વિધાનસભામાં તો ભાજપે સરકાર બનાવી છે. મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ભાજપને ફરીથી સત્તા પર બેસાડવાનું સ્વપ્ન તોડ્યુ છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનથી બહુમત મળ્યો.

ઝારખંડમાં ધાર્યું પરિણામ ન આવ્યું તો…

  • વિપક્ષો પૂરી રીતે ભાજપ પર હાવી થશે
  • નાના પ્રાદેશિક પક્ષોનું જાર પણ વધશે
  • ભાજપ પર વિપક્ષોનું દબાણ વધશે
  • એજેએસયુ જેવા નાના પક્ષોની તાકાત વધશે
  • ઝારખંડમાં નિષ્ફળ રહેવાથી અન્ય સાથી પક્ષો ભાજપ પર દબાણ વધારશે
  • ભાજપની છબી પર પ્રતિકુળ અસર પડશે
  • અનેક રાષ્ટ્રીય મુદાઓ પર આગળ વધવું ભાજપ માટે આસાન નહીં રહે
  • એનડીએમાં સમન્વય સમિતિ બનાવવાની માંગણી જાર પકડશે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.