ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ચૂંટણી પંચે સોમવાર રાત સુધી તમામ 81 સીટોના પરિણામ જાહેર કરી દીધા અને રાજ્યમાં ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ના નેતૃત્વમાં બનેલ ઝામુમો-કોંગ્રેસ-આરજેડી ગઠબંધનને 47 સીટ પર જીતથી સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. સત્તાધારી ભાજપના મુખ્યમંત્રી રઘુવર દાસ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા ચૂંટણી હારી ગયા અને ભાજપને માત્ર 25 સીટો મળી.
જો કે આ બધાની વચ્ચે ભાજપ માટે એક ખુશીના સમાચાર એ છે કે તેમના વોટ શેર પર ખાસ અસર પડી નથી એટલે કે વોટ શેર ખાસ ઘટ્યો નથી.
બહુમતી મળવા છતાંય ઝામુમો-કોંગ્રેસ-આરજેડીના ગઠબંધનને 35.25 ટકા વોટ મળ્યા છે જ્યાં એકલી ચૂંટણી લડેલ ભાજપનો વોટ શેર 33.5 ટકા છે.
જો કે પૂર્વ સીએમ સહિત પાર્ટીના તમામ દિગ્ગજ નેતાઓને હારનો સામનો કરવો પડ્યો. સીએમ રઘુવર દાસને જમશેદપુર ઇસ્ટથી સરયૂ રાયે હરાવી દીધા. સરયૂએ ચૂંટણી પહેલાં જ ભાજપ છોડી હતી. પાર્ટીના રાજ્ય પ્રમુખ લક્ષ્મણ ગિલુઆને ચક્રધરપુરથી હરનો સામન કરવો પડ્યો. તો અધ્યક્ષ દિનેશ ઉરાંવ સિસઇથી હારી ગયા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.