ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામોના તાજા રૂઝાનમાં હવે જએમએમ-કોંગ્રેસ ગઠબંધનને બહુમત મળતી દેખાય રહી છે. તેનો આંકડો 41ને પાર કરી ગયો છે પરંતુ આ આંકડામાં હજુ ખૂબ જ ઉલટ-ફેર થઇ શકે છે. એવામાં અન્ય પક્ષોને રીઝવવાનો પણ ખેલ શરૂ થઇ ગયો છે. સૂત્રોના મતે ભાજપે પૂર્વ સહયોગી આજસૂના અધ્યક્ષ સુદેશ મહતો સાથે સંપર્ક સાંધ્યો છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીથી પણ સંપર્ક સાંધવાની કોશિષ થઇ રહી છે. ભાજપના ઝારખંડના પ્રભારી ઓમ માથુર રવિવારથી જ રાંચીમાં કેમ્પ કરી રહ્યા છે.
આ બધાની વચ્ચે જ્યારે બાબુલાલ મરાંડીએ પત્રકારોને પૂછયું કે તેઓ કોઇ પાર્ટી કે ગઠબંધનને સહયોગ કરશે તો તેઓ ચિડાઇ ગયા. મરાંડીએ કહ્યું કે અત્યારે કેમ કોઇની સરકાર બનાવી દઇએ? ચૂંટણી પરિણામ આવી જવા દો પછી જોઇશું કે કોને સમર્થન આપવામાં આવે છે અને કોને નહીં.
આપને જણાવી દઇએ કે બાબુલાલ મરાંડી રાજ્યના પહેલાં મુખ્યમંત્રી હતા. એ સમયે તેઓ ભાજપમાં હતા પરંતુ બાદમાં તેમણે ભાજપથી અલગ પોતાની પાર્ટી જેવીએમ બનાવી લીધી. મરાંડીએ જોર આપતા કહ્યું કે જે પણ જનાદેશ આવશે, તેને અમે સ્વીકારીશું.
પાછલી ચૂંટણીમાં બાબુલાલ મરાંડીની પાર્ટીએ કુલ 8 સીટો જીતી હતી પરંતુ ભાજપે તેમના 6 ધારાસભ્યોને તોડી નાંખ્યા હતા. આમ ભાજપે પોતાના દમ પર 34+6= 43 બહુમતી પ્રાપ્ત કરી લીધી હતી. શકય છે કે મરાંડી એ અંદરનાઘાતને ના ભૂલે અને ભાજપથી દૂર રહે. આ અસર લોકસભા ચૂંટણીમાં પણ દેખાઇ હતી જ્યારે કોંગ્રેસ, જેએમએમ ગઠબંધનની સાથે મળીને ચૂંટણી લડ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.