જરૂર પડ્યે અમે ભાજપને મત આપીશું, માયાવતીનો હુંકાર, પક્ષના બળવો કરનારા સાત ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા

– રાજ્યસભાની ચૂંટણીના મુદ્દે માયાવતી લાલચોળ

રાજ્યસભાની ચૂંટણીના મુદ્દે પક્ષમાં બળવો કરનારા સાત ધારાસભ્યોને બસપા પ્રમુખ માયાવતીએ તત્કાશ સસ્પેન્ડ કર્યા હતા અને કહ્યું હતું કે વિધાન પરિષદની ચૂંટણી ટાણે હું આ લોકોને જવાબ આપીશ. જરૂર પડ્યે અમે ભાજપને મત આપીશું.

માયાવતીએ કહ્યું કે વિધાન પરિષદની ચૂંટણી ટાણે સપાને હરાવવા અમે અમારી સંપૂર્ણ શક્તિ કામે લગાડી દઇશું. જેવા સાથે તેવા થઇશું. 1995નેા કેસ અમે પાછો ખેંચ્યો એ અમારી ભૂલ હતી. માયાવતીએ સપાના અખિલેશ યાદવની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે રાજ્યસભાની ચૂંટણીમાં અખિલેશ યાદવ પોતાની પત્ની ડિમ્પલને તક આપી રહ્યા છે તો બસપા એમને સમર્થન આપશે. સતીશ ચંદ્ર મિશ્રાએ સપાના નેતાને ફોન પણ કર્યો હતો પરંતુ અખિલેશે પોતાનો ફોન ઉપાડ્યો નહીં. રાજ્યના તમામ બ્રાહ્મણ સમાજનું તેમણે અપમાન કર્યું.

માયાવતીએ વધુમાં કહ્યું કે સપાના શાસન દરમિયાન ગુંડાઓ અને માફિયાઓ ખુલ્લેઆમ રાજ કરતા હતા એ લોકોએ જોયું છે. હવે સપા ફરી એકવાર લોકોને બેવકૂફ બનાવવા નીકળ્યા છે. પરંતુ અમે સમય આવ્યે તેમને બરાબર પાઠ ભણાવીશું.

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન બસપાના સાત ધારાસભ્યોએ બળવો કર્યાથી સ્વાભાવિક રીતેજ માયાવતી ગુસ્સે થયાં છે. આ બળવાખોર ધારાસભ્યો સપામાં જોડાશે એવી એક માન્યતા છે. માયાવતીએ કહ્યું હતું કે મારા પક્ષના ધારાસભ્યોને તોડવાની રમત રમનારને ભારે પડશે એ આવનારો સમય પુરવાર કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.