જાસૂસી કાંડ ઉપર કૉંગ્રેસનો આરોપ, પ્રિયંકા ગાંધીનો ફોન હેક કરવામાં આવ્યો

વોટ્સએપ (Whatsapp)દ્વારા 1400 લોકોના ફોન હેક(Phone Hack)કરવાના મામલામાં એક નવો મોડ આવ્યો છે. કૉંગ્રેસે (Congress)દાવો કર્યો છે કે સરકારે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)નો પણ ફોન હેક કરાવ્યો છે. કૉંગ્રેસ લીડર રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે પ્રિયંકા ગાંધીને વોટ્સએપના હેકિંગનો મેસેજ આવ્યો હતો. હવે અમારી માંગણી છે કે સુપ્રીમ કોર્ટ (Supreme Court) આ મામલાને ધ્યાનમાં લે અને પોતાના અંડરમાં તપાસ કરાવે.

આ સાથે કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું છે કે ગુરુવારે સવારે ભારતના લોકોને ચોંકાવનારી ખબર મળી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ઘણા બધા પત્રકારો, જજો, વકીલો, એક્ટિવિસ્ટ, દલિત અને માનવાધિકારની લડાઇ લડનાર લોકોનો ફોન હેક થયા. સુરજેવાલાએ કહ્યું હતું કે તેમાં ઘણા બધા વિપક્ષના નેતા અને સુપ્રીમ કોર્ટના જજના ફોન પણ સામેલ હોઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.