વેક્સિનેશન વધારવાનું લક્ષ્ય,જથ્થો ન હોવાનો વિપક્ષનો આક્ષેપ

કોરોના વાયરસની બીજી લહેરમાં કેસ વધી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ અનુસાર દેશમાં ટીકા ઉત્સવની શરૂઆત કરવામાં આવી રહી છે. આ ટીકા ઉત્સવમાં વધારેમાં વધારે લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટીકા ઉત્સવમાં વધુમાં વધુ લોકોને વેક્સિનનો ડોઝ લેવા માટે અપીલ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 85 દિવસમાં 10 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે અમેરિકાને 10 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં 89 દિવસ લાગ્યા જ્યારે ચીનને આ કામ કરવા માટે 102 દિવસનો સમય લાગ્યો છે.

કોરોના વાયરસના વધતાં કેસ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી હતી જેમાં તેમણે સૂચન આપ્યું હતું કે ક્યારેક ક્યારેક માહોલ બદલવામાં મદદ મળી જાય છે. જ્યોતિબા ફૂલેની જયંતી 11 એપ્રિલે છે અને 14 એપ્રિલે બાબા સાહેબની જયંતી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.