અમિત શાહે (Home Minister Amit Shah)જણાવ્યુ કે, 1960થી જાતિવાદ, વંશવાદ અને તુષ્ટિકરણ ભારતીય રાજનીતિમાં ત્રણ મોટા દૂષણના રૂપમાં હાજર હતા. હવે ઘણા વર્ષો પછી ભારતે આ ત્રણેય દૂષણનો ત્યાગ કરી દીધો છે.
નવ દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપીના અધ્યક્ષ અમિત શાહે (Home Minister Amit Shah) જાતિ આધારિક રાજનીતિને ખતમ કરવાને પીએમ મોદીની ત્રણ મોટી સિદ્ધિ ગણાવી હતી. અમિત શાહે (Home Minister Amit Shah) જણાવ્યુ કે, 1960થી જાતિવાદ, વંશવાદ અને તુષ્ટિકરણ ભારતીય રાજનીતિમાં ત્રણ મોટા દૂષણના રૂપમાં હાજર હતા. હવે ઘણા વર્ષો પછી ભારતે આ ત્રણેય દૂષણનો ત્યાગ કરી દીધો છે .
અમિત શાહે (Home Minister Amit Shah) કહ્યુ, 1960ના સમયથી આ ત્રણ મોટા દૂષણના રૂપમાં હયાત હતા. આ દૂષણ વિશે કહેવામાં આવતું હતું કે તે ભારતીય રાજનીતિમાંથી ક્યારેય નહીં હટે. હવે અનેક વર્ષો પછી ભારતે આ ત્રણેય દૂષણનો ત્યાગ કર્યો છે. 1965-66 પછી એવું માની લેવામાં આવ્યું હતું કે આ ત્રણેય દૂષણ ભારતીય રાજનીતિમાં સામેલ છે. પરંતુ હવે મને એવું કહેતા ગર્વ થાય છે કે 2014 થી 2019 વચ્ચે ભારતીય રાજનીતિ આ તમામથી આગળ નીકળી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.