જાવેદ અખ્તરે બોલિવૂડનો કર્યો બચાવ, આજના કલાકારો ફિટનેસના દિવાના છે, ડ્રગના નહીં

આજના મોટા ભાગના કલાકારો ફિટનેસના દિવાના છે, એ ડ્રગના દિવાના કેવી રીતે હોઇ શકે એવો સવાલ ટોચના ગીતકાર જાવેદ અખ્તરે કર્યો હતો. દેખીતી રીતેજ એ બોલિવૂડના બચાવમાં બોલી રહ્યા હતા.

અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાનની તપાસ દરમિયાન અનાયાસે ડ્રગ કૌભાંડની વિગતો બહાર આવી હતી અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, દિયા મિર્ઝા વગેરેને પૂછપરછ માટે બોલાવી હતી અને તેમના મોબાઇલ ફોન ચેક કર્યા હતા.

હવે NCB ટોચના અભિનેતાઓને બોલાવવાની છે ત્યારે જાવેદ અખ્તરે મોઢું ખોલ્યું હતું. સ્વાભાવિક રીતે જ એમને ડર હોય કે NCB તેમના સંતાનો ઝોયા અને ફરહાનને પણ કદાચ બોલાવશે. તાજેતરમાં જાવેદે એવી પણ ટ્વીટ કરી હતી કે મિડિયાએ કરણ જોહરની પાર્ટીની વિડિયો ક્લીપ પણ લોકો સમક્ષ મૂકવી જોઇએ જેથી સત્ય બહાર આવી શકે.

જાવેદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારી પોતાની વાત કરું તો મેં આજ સુધી શરાબ કે ડ્રગ કદી લીધી નથઈ. એક સમય હતો જ્યારે હું ખૂબ શરાબ પીતો હતો અને ગેરશિસ્ત કહેવાય એવું જીવન જીવતો હતો.

તેમણે તરત ઉમેર્યું હતું કે તમે આજના મોટા ભાગના કલાકારોને જુઓ, સિક્સ પેક અને મદમસ્ત બાહુઓ ધરાવતા મોટા ભાગના કલાકારો ફિટનેસના દિવાના છે. એ લોકો ડ્રગ શી રીતે લેતાં હોય. ફિટનેસના દિવાના લોકોને ખબર જ હોય કે ડ્રગ તેના આરોગ્ય માટે નુકસાનકારક છે.

તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે આ તો બોલિવૂડને બદનામ કરવાનું એક વ્યવસ્થિત કાવતરું છે. સાવ નાની અમથી વાતને ચગાવીને મિડિયાને મસાલો પૂરો પાડવામાં આવે છે.

તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે આ તો બોલિવૂડને બદનામ કરવાનું એક વ્યવસ્થિત કાવતરું છે. સાવ નાની અમથી વાતને ચગાવીને મિડિયાને મસાલો પૂરો પાડવામાં આવે છે.

આ વાત ગળે ઊતરે એવી નથી એમ તેમણે કહ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.