જાવેદ અખ્તરે મને ડરાવવા ધમકાવવા ઉપરાંત આત્મહત્યા કરવા માટે પણ મજબુર કરી હતી – કંગના

કંગના હંમેશા કોઈના કોઈ કારણોસર લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. હાલ જ મહારાષ્ટ્ર સરકાર પર કટાક્ષ કરતા કંગનાનો એક વિડીયો વાયરલ થયો હતો અને એ પછી 2020થી ચાલતા કંગના અને જાવેદ અખ્તરના કેસને લઈને કંગના ફરી ન્યુઝમાં આવી છે જેમાં જાવેદ અખ્તર સામેના કેસમાં કંગના 4 જુલાઈના રોજ મુંબઈ કોર્ટમાં હાજર થઇ હતી અને આ કેસની સુનવણી મેટ્રોપોલીટીન મેજીસ્ટ્રેટ કોર્ટમાં થઇ હતી. કોર્ટમાં કંગના રનૌતનું બયાન દર્જ કરવામાં આવ્યું હતું. પણ એ પહેલા કંગનાએ અપીલ કરી હતી કે તેના બયાન દર્જ કરતી વખતે તેની સાથે તેની બહેન રંગોલી ચંદેલ અને વકીલ જ હાજર રહે અને આ બયાન દર્જ કરતી વખતે કંગના એ તેની બહેનને સાક્ષી બનાવી હતી.

કોર્ટમાં કાંગાને કહ્યું હતું કે એમના અને હ્રીતિકના ઝઘડા સમયે જાવેદ અખ્તરે એમની બેઈજ્જતી કરી હતી અને જયારે તેને હ્રીતિક રોશન સામે માફી માંગવાની ના કહી ત્યારે જાવેદ અખ્તરે તેમના પર દબાવ બનાવ્યો હતો અને સાથે ધમકી પણ આપી હતી અને સાથે જ એમ પણ કહ્યું હતું કે જાવેદ અખ્તરે એમને આત્મહત્યા કરવા માટે પણ મજબુર કરી હતી. મળતા રીપોર્ટ અનુસાર કંગના એ કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે, ‘ જાવેદ અખ્તરે મને કહ્યું હતું કે અમને દગાબાજ લોકોને ઠેકાણે લગાવવામાં જરા પણ સમય નથી લાગતો.એ પછી લોકોને લાગવા લાગ્યું હતું કે હ્રીતિક સાથે મારી અફેર નહતું પણ મેં તેને દગો આપ્યો હતો.

સાથે જ કંગનાએ એમ પણ કહ્યું હતું કે ‘ જાવેદ અખ્તરે મને ઘણી રીતે ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો અને એમ કહેતા રહેતા હતા કે લોકો વચ્ચે મારી ઈમેજ એટલી બગાડી મુકશે કે મારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો નહીં બચે અને અમારી પાસે રાજનૈતિક તાકાત પણ છે.એમની પાસે માફી માગીને ખુદને બચાવી લે નહીં તો ક્યાય મોઢું દેખાડવાને લાયક નહીં રહે.’

વર્ષ 2020માં અભિનેત્રી કંગના રનોતે ગીતકાર જાવેદ અખ્તરને લઇને વિવાદીત નિવેદન આપ્યું હતુ. જેનાથી નારાજ થઇ જાવેદ અખ્તરે કંગનાની પર તેની છબિ બગાડવા અને તેની પ્રતિષ્ઠાને ધૂળમાં મિલાવવાનો આરોપ લગાવ્યો અને કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ અંધેરીની મેટ્રોપોલિટન કોર્ટમાં સુનાવણી શરુ થઇ. ગીતકાર જાવેદ અખ્તરે કહ્યું કે વર્ષ 2020માં સુશાંત સિંહના મોત બાદ કંગનાએ બળજબરી તેમનુ નામ કોઈ ‘ગ્રુપ’ સાથે જોડી દીધુ હતુ.

જાવેદ અખ્તર દ્વારા કંગના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ માનહાનિની ફરિયાદ બાદ કંગનાએ પણ તેમના વિરુદ્ધ વસૂલી, અપરાધિક રૂપથી ધમકાવવા તથા અન્ય આરોપો લગાવ્યા હતા તથા આ મામલામાં એક્ટ્રેસે કાર્યવાહીને સ્થળાંતરિત કરવાની માંગ કરી હતી અને બંને કાર્યવાહી અંધેરી મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ કોર્ટનાં સમક્ષ છે. કંગનાએ દિંડોશી સેશન કોર્ટનાં દરવાજા ખટખાટાવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.