જાવેદ હબીબે થૂંક લગાવીને કાપ્યા વાળ, એક મહિલાનો આરોપ જાણો વધુ વિગતો..

જાણીતા હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જેમા તે એક મહિલાના વાળ કાપતો દેખાઈ રહ્યો છે અને આ વીડિયોના વાયરલ થવાનું કારણ છે જાવેદ હબીબનો વાળ કાપતી વખતે અજીબ વ્યવહાર જેથી મહિલાએ આરોપ લગાવ્યો છે કે, જાવેદ હબીબે થૂંક લગાવીને તેના વાળ કાપ્યા. વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાવેદ હબીબ વાળ કાપતી વખતે પાણીનો ઉપયોગ કરવાને બદલે થૂંકનો ઉપયોગ કરે છે અને સાથે જ તે કહે છે કે ઈસ થૂંક મેં જાન હૈ. ત્યારબાદ સોશિયલ મીડિયા પર જાવેદ હબીબની ટીકા કરવામાં આવી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ મહિલાનું રિએક્શન સામે આવ્યું છે. જોકે, જાવેદ હબીબે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી.

આખી ઘટના વિશે વાત કરવામાં આવે તો, જાવેદ હબીબનો આ વીડિયો મુઝફ્ફરનગરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જાવેદ હબીબ એક મહિલાને વાળ કાપવા માટે સ્ટેજ પર બોલાવે છે અને વાળ કાપતી વખતે તે કહે છે, મારા વાળ ગંદા છે, ગંદા શા માટે છે કારણ કે શેમ્પૂ નથી લગાવ્યું, ધ્યાનથી સાંભળો અને જો પાણીની અછત છે ને… (આવુ કહેતા જ તે મહિલાના વાળમાં થૂંકે છે), અબે ઈસ થૂંક મેં જાન હૈ… આ દરમિયાન ત્યાં હાજર લોકો તાળીઓ પાડે છે, જોકે જે મહિલાના વાળ કાપવામાં આવી રહ્યા હોય છે અને તે વીડિયોમાં થોડી અસહજ દેખાઈ રહી છે. હવે આ મહિલાનું રિએક્શન પણ સામે આવ્યું છે, જાવેદ હબીબ જે મહિલાના વાળોમાં થૂંક્યો તે મહિલાનું નામ પૂજા ગુપ્તા છે.

મહિલાનો જે વીડિયો ટ્વીટર પર સામે આવ્યો છે અને તેમા તે કહે છે, મારું નામ પૂજા ગુપ્તા છે, વંશિકા બ્યૂટી પાર્લર નામથી મારું પાર્લર છે. હું બડૌતની રહેવાસી છું. કાલે મેં જાવેદ હબીબ સરનો એક સેમિનાર અટેન્ડ કર્યો. તેમણે સ્ટેજ પર મને હેર કટ માટે ઈન્વાઈટ કરી. તેમણે મિસબિહેવ કર્યું, તેમણે કહ્યું કે, જો પાણી ના હોય તો થૂંકથી પણ હેર કટ કરાવી શકાય છે. મેં તે હેર કટ નથી કરાવી, હું શેરીના નાકે બેસતા બાર્બર પાસે વાળ કપાવી લઈશ, પરંતુ જાવેદ હબીબ પાસે નહીં. આ વીડિયોના આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો જાવેદ હબીબની ટીકા કરી રહ્યા છે. આ વીડિયોને તમામ લોકોએ ટ્વીટર પર શેર કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.