અમદાવાદ પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીની હત્યાનો મામલ યુપીના એક આશ્રમમાંથી ધરપકડ કરાયેલ ઘટનાના મહત્વપૂર્ણ સાગરિત મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલ બન્ને પાસેથી દરેક વસ્તુની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. હાલ આ કેસમાં મનીષા ગોસ્વામી, સુરજિત ભાઉના રિમાન્ડમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે.
ચોંકાવનારી વિગત પ્રમાણે, મનિષાને ભાનુશાળી સાથે તબેલાનાં વિવાદમાં બદલો લેવાનાં હેતુથી જ ભાનુશાળીનાં ભત્રીજાને ફસાવીને તેની અશ્લિલ સીડી બનાવી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત પણ મનિષા સાથે છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી સાથેનાં સંબંધો અંગે પણ પૂછપરછ કરી રહી છે. પોલીસને હજુ પણ ભાનુશાળીનો મોબાઇલ મળ્યો નથી. આ મોબાઇલમાં કેટલાક વાંધાજનક વીડિયો હોવાનું માનવામાં આવે છે.
મનીષા ગોસ્વામીના ભાનુશાળી સાથે સારા સંબંધ હોવા છતા તે છબીલ તરફ કેમ વળી તે અંગે પણ પોલીસ પુછપરછ કરી રહી છે. તે સિવાય બન્ને શુટરો સહિતના મોટાભાગના આરોપીઓ પકડાઈ ગયા હોવા છતા હત્યા સમયે ગુમ થયેલો ભાનુશાળીનો મોબાઈલ પોલીસને મળ્યો નથી. આ મોબાઈલમાં કેટલાક વાંધાજનક વીડિયો હોવાનું કહેવાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.