જયપાલને વિદેશમંત્રી જયશંકર ના મળતા ભારતીય મૂળના જ કમલા હેરિસે પાછી નિંદા કરી, કહ્યું કે…

ડેમોક્રેટિક સેનેટર કમલા હેરિસે આ સપ્તાહની શરૂઆતમાં અમેરિકાના પ્રવાસે આવેલા વિદેશ મંત્રી એસ.જયશકંરે ભારતીય અમેરિકન સાંસદ પ્રેમિલા જયપાલને નહીં મળવાનો નિર્ણય લેતા તેમની નિંદા કરી છે. હેરિસે ટ્વીટ કરીને કોઇ અન્ય દેશની સરકારના સંસદને એ કહેવું ખોટું છે કે કેપિટોલ હિલ બેઠકોમાં કેટલાંક સભ્યોને બેસવાની અનુમતિ છે. ભારતીય મૂળના પહેલાં અમેરિકન સેનેટર હેરિસે કહ્યું કે તેઓ જયપાલના સમર્થનમાં ઉભા છે. ઉલ્લેખનીય છે કે પ્રેમિલા જયપાલ અને કમલા હૈરિસ બંને ભારતીય મૂળના છે.

કમલા હેરિસે કહ્યું કે મને ખુશી છે કે ગૃહમાં જયપાલના સાથી પણ તેમના સમર્થનમાં ઉભા છે. ઉલ્લેખનીય છે કે ‘વોશિંગ્ટન પોસ્ટ’માં આવેલા એક સમાચારમાં કહ્યું હતું કે જયશંકરે પ્રતિનિધિ સભાની વિદેશ બાબતોની સમિતિની બેઠકમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી કારણ કે આ બેઠકમાં અન્ય સાંસદોની સાથે જયપાલ પણ સામેલ થવાના હતા.

આની પહેલા અમેરિકન સેનેટર અને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર બનાવાની દાવેદાર એલિઝાબેથ વોરેન એ શુક્રવારના રોજ કહ્યું હતું કે ભારત અને અમેરિકાની વચ્ચે ભાગીદારી માત્ર ત્યારે સફળ થશે જ્યારે સાચી વાર્તા અને ધાર્મિક બહુલતાવાદ, લોકતંત્ર અને માનવાધિકારના પ્રત્યે સંયુકત સમ્માન તેમનો આધાર હોય. તેમણે કહ્યું કે સાંસદ પ્રેમિલા જયપાલને ‘ચુપ કરવાની કોશિષ ખૂબ જ વિચલિત’ કરનારી છે. જયપાલે અમેરિકન સંસદમાં કાશ્મીર પર પ્રસ્તાવ લાવીને જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની મોટાભાગની જોગવાઇ હટાવ્યા બાદ ત્યાં લગાવામાં આવેલા તમામ પ્રતિબંધોને હટાવાનો અનુરોધ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.