કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારની નારાજગી મામલે હાઇકમાન્ડ મેદાનમાં આવ્યું છે. રાજ્યના પ્રભારી રાજીવ સાતવે જયરાજસિંહને કોઇ એવુ પગલું ન ભરવા માટે સંદેશ મોકલ્યો છે. આ સાથે જ નારાજગી દૂર કરવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને હાઈકમાન્ડે આદેશ આપ્યા છે.
કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારની નારાજગીને લઇને પ્રભારી રાજીવ સાતવે સંદેશો મોકલ્યો છે. જેમાં રાજીવ સાતવે જયરાજસિંહને કોઇ એવું પગલું ન ભરવા માટે સંદેશ મોકલ્યો છે. આ સાથે જ નારાજગી દૂર કરવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને હાઇકમાન્ડે આદેશ આપ્યાં છે.
જયરાજસિંહ પરમારે કોંગ્રેસ સામે નારાજગી વ્યકત કરી હતી
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીની પ્રક્રિયા પૂરી થઇ ગયા બાદ ટિકિટ વહેંચણીને લઈને નારાજગીના સૂર જોવા મળી રહ્યા છે. જેમાં થોડા દિવસ અગાઉ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર નારાજ થયા હતા. જો કે એક અહેવાલ મુજબ જયરાજસિંહ પરમારે ખેરાલુથી ટિકિટ માગી હતી. પરંતુ કોંગ્રેસે ખેરાલુ બેઠક પરથી બાબુજી ઠાકોરને ટિકિટ આપી છે. આથી સતત થઈ રહેલી અવગણનાથી જયરાજસિંહે નારાજગી વ્યક્ત કરી હતી. નારાજગી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, રાજકારણમાં આરામ લેવાનો સમય આવી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.