JDU નેતા હરિવંશ સિંહ ફરીથી રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાયા, PMએ આપી શુભેચ્છા


કોરોના સંકટ વચ્ચે શરૂ થયેલા ચોમાસું સત્રના પહેલાં જ દિવસે NDAએ રાજ્યસભામાં પોતાની શક્તિ દર્શાવવામાં સફળ રહી અને વિપક્ષી દળોના સંયુક્ત ઉમેદવારને હરાવી ઉપસભાપતિના પદ પર ફરીથી કબ્જો કરી લીધો. જનતા દળ યુનાઈટેડના નેતા હરિવંશ સિંહ ફરીથી રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાયા છે.

જનતા દળ યુનાઈટેડના નેતા હરિવંશ સિંહના વિપક્ષ તરફથી RJD ઉમેદવાર અને સાંસદ મનોજ ઝા ને હરાવ્યા. ઉપસભાપતિની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ તો જેપી નડ્ડા, નરેન્દ્રસિંહ તોમર અને નરેશ ગુજરાલે હરિવંશના સમર્થનમાં પ્રસ્તાવ રાખ્યો જ્યારે કોંગ્રેસ નેતા આનંદ શર્મા, ગુલાબ નબી આઝાદ, ત્રિચી શિવાએ મનોજ ઝાના સમર્થનમાં પ્રસ્તાવ રાખ્યો.

આ પહેલા NDA તરફથી JDU સાંસદ હરિવંશ સિંહે ગત અઠવાડિયે બુધવારે પોતાનું નોમિનેશન કર્યું હતું જ્યારે મનોજ ઝાએ શુક્રવારે નોમિનેશન ભર્યું હતું. બિહારની રાજનીતિના સારી રીતે જાણતા હરિવંશ પત્રકાર પણ રહી ચુક્યા છે.

જ્યારે મનોજ ઝા દિલ્હી યુનિવર્સિટીના સામાજિક કાર્ય વિભાગમાં પ્રોફેસર છે. તેઓ RJDના રાજ્યસભાના સાંસદ હોવાની સાથે-સાથે પાર્ટી પ્રવક્તા પણ છે.

વડાપ્રધાન મોદીએ આપી શુભકામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિવંશ સિંહને જીત માટે શુભકામના આપી છે. તેમણે કહ્યું, હું હરિવંશજીને જીતની શુભકામના આપવા માંગું છું. પત્રકાર અને સામાજીક કાર્યકર્તાના રૂપમાં તેમણે ઘણાં માટે કામ કર્યું છે. અમે દરેકે ગૃહની કાર્યવાહીના સંચાલનની રીત જોઈ છે. આ વખતે સંસદ એવી પરિસ્થિતિમાં બોલાવવામાં આવી છે. જે પહેલાં ક્યારેય નહોતી જોવા મળી. એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે કે સુરક્ષા સંબંધી દરેક સાવધાનીઓનો ખ્યાલ રાખવામાં આવે. હરિવંશે વિષ્પક્ષ રીતે કાર્યવાહીનું સંચાલન કર્યું છે. તેઓ એક શાનદાર અંપાયર રહ્યાં છે અને આવનારા સમયમાં પણ એવા જ રહેશે. તેઓ પોતાના કર્તવ્યોને નિભાવવા માટે હંમેશા મહેનતી રહ્યાં છે.

કોણ છે હરિવંશ સિંહ?

રાજ્યસભાના સાંસદ બન્યા પહેલાં હરિવંશ નારાયણ સિંહની ઓળખ એક પત્રકાર તરીકે થઈ રહી છે. હરિવંશનો જન્મ જયપ્રકાશ નારાયણના ગામ સિતાબમાં થયો હતો. તે શરૂઆતથી જ સમાજવાદી વિચારધારાના રૂપમાં ઓળખાતા હતા. વારાણસીમાં શિક્ષણ મેળતા હતા એ દરમિયાન જ હરિવંશ સિંહ જેપી આંદોલન સાથે જોડાય ગયા હતા.

બાદમાં તેઓ લગભગ ચાર દશક સુધી પત્રકારત્વમાં રહ્યાં. તેમણે દેશના ઘણાં મુખ્ય અખબારો માટે કામ કર્યું છે અને 1989માં પ્રભાત ખબર શરૂ કર્યું. 2014માં જેડીયૂએ તેમને રાજ્યસભામાં મોકલ્યા અને 2018માં રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાયા, આ વર્ષે તેમનો કાર્યકાળ પૂર્ણ થતાં હવે ફરીથી તે પદ માટે મેદાનમાં ઉતરી જીત મેળવી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.