એક નવું સંશોધન થયું છે જે એમ જણાવે છે કે કોરોનાવાયરસનો ચેપ લાગવાથી જે દર્દીઓએ સૂંઘવાની શક્તિ ગુમાવી હોય તેમની જાતીય ક્ષમતા પણ ક્ષીણ થઇ શકે છે કે નાબૂદ થઇ શકે છે.
સૂંઘવાની શક્તિ એ લિમ્બિક સિસ્ટમની સાથે સંકળાયેલી છે જે સિસ્ટમ જાતીય પ્રેરણા પણ સર્જાવાની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે.
સંશોધનોમાં એવું જણાયું છે કે ગંધ પારખવાની શક્તિ નાબૂદ થવી કે જેને એનોસ્મિઆ તરીકે ઓળખવામાં આવે છે તેને કારણે સેક્સ માટેની ઇચ્છા મંદ પડી જાય છે. નિષ્ણાતો કહે છે કે ગંધની સેન્સ એ જાતીય ઇચ્છા ભડકાવવામાં મજબૂત ભાગ ભજે છે અને આ બંને બાબતો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલી છે.
જો કે અહીં એ નોંધપાત્ર છે કે કોવિડ-૧૯ના દર્દીમાં સૂંઘવાની શક્તિ ગુમાવવી એ હંગામી લક્ષણ હોય છે કાયમી નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.