અરજી ફગાવતા સુપ્રિમ કોર્ટે કહ્યું કે શું દેશમા દરેક વસ્તુને રોકી દેવામાં આવે, એક કિમતી વર્ષને આ જ રીતે વેડફી દેવામાં આવે? કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે માટે આ પરિક્ષાઓને મોકૂફ કરવા માટે અરજી કરવામાં આવી હતી.
આ બાબતની સુનાવણી અરુણ મિશ્રા હેઠળ કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, JEE પરિક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી લેવામાં આવશે જ્યારે NEETની પરિક્ષા 13 સપ્ટેમ્બરે લેવામાં આવશે, આ પરિક્ષાને સ્થગિત કરવા માટે 11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.
આ અરજીમાં કોરોના વાયરસ મહામારી વિશે વાત કરતાએનટીએ 3 જુલાઇએ રદ્દ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ નોટિસના માધ્યમથી જ JEE પરિક્ષા એપ્રિલ 2020માં લેવાની હતી જે હવે સપ્ટેમ્બરમાં લેવાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.