ઈન્ડિયન માર્કેટમાં 7 સીટર SUV સેગમેન્ટ લોકોમાં ઘણું પોપ્યુલર બની રહ્યું છે. આ સેગમેન્ટમાં બજેટથી લઈને લક્ઝરી કારનો પણ સમાવેશ થાય છે. આ સેગમેન્ટમાં લક્ઝરી લાઈફસ્ટાઈલવાળા લોકો માટે Toyota Fortunerને ટક્કર આપવા માટે Jeepની Meridian કાર માર્કેટમાં આવી રહી છે. Jeep India 2022 માટે પોતાની નવી ગાડી લોન્ચ કરવા જઈ રહી છે. આ પ્રીમિયમ કેટેગરીની 3 લાઈનવાળી મિડ સાઈઝ SUV છે અને કંપનીની જાણીતી 5 સીટર કાર Jeep Compassનું મોટું વર્ઝન લાગે છે, પરંતુ આ તેના કરતા પણ વધારે એડવાન્સ અને અલગ છે.
આ SUVમા 2.0 લીટરનું દમદાર એન્જિન આપવામાં આવ્યું છે. આ 170 bhpનો મેક્સિમમ પાવર અને 350 Nmનો પીક ટોર્ક જનરેટ કરશે. તેમાં રાઈડરને 6 સ્પીડ ગિયર બોક્સ મળી શકે છે. આ 4*4 વ્હીલ ડ્રાઈવની સાથે આવશે. Jeep Meridianના ફીચર્સ પણ જબરજસ્ત છે. તેમાં 10.25 ઈંચની ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન સાથે એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવિટી મળશે.અને સાથે જ મલ્ટી ઝોન ક્લાઈમેટ કંટ્રોલ એસી કુલિંગ, પેનોરેમિક સનરૂફ, 360 ડિગ્રી કેમેરો અને 6 એરબેગ્સ મળશે.
Jeep Meridianની સાચી કિંમત તેના લોન્ચ થયા પછી જ ખબર પડશે, પરંતુ અનુમાનિત ફીચર્સના હિસાબે માનવામાં આવી રહ્યું છે કે તેની કિંમત 30 લાખની આસપાસ હોઈ શકે છે. અને આ Fortunerને સીધી ટક્કર આપનારી કાર હશે. કંપનીએ તેનું પ્રી-બુકિંગ 50000 રૂપિયા સાથે શરૂ કરી દીધું છે.
કારની ડિલિવરી મહિનાના અંત સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. આ કાર જીપ કંપની માટે એક મહત્ત્વની પ્રોડક્ટ છે કારણ કે કંપની ઘણા વર્ષો બાદ પોતાનું નવું મોડલ લોન્ચ કરી રહી છે. થ્રી-રોવાળી Jeep Meridianને ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં ગ્લોબલી લોન્ચ કરવામાં આવી હતી અને જેનું વેચાણ પહેલી વખત દક્ષિણ અમેરિકાના માર્કેટમાં શરૂ થયું હતું. ત્યાં આ કારને Jeep Comandor નામ આપવામાં આવ્યું હતું.
કારના એક્ટિરિયરની વાત કરીએ તો તેમાં સ્લીક, રેક્ટેંગ્યુલર હેડલાઈટ્સ, રેસ્ટલ્ડ ફ્રન્ટ અને રિયર બંપર, એક અપરાઈટ ટેલગેટ અને સ્લિમર ટેલ લેમ્પ સામેલ હશે. આ બદલાવ Meridianની બે રોવાળી કમ્પાસથી એકદમ અલગ હશે અને Compassની તુલનામાં Meridianની લંબાઈ 364 મિમી અને વ્હીલબેસ 158 મિમી વધારે હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.