સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોનાએ એન્ટ્રી લઈ લીધી છે ત્યારે હવે કેદીઓ અંદરો અંદર વાતચીત કરી રહ્યા છે કે જેલમાં સજાથી ડર લાગતો નથી, પરંતુ કોરોનાથી સખત લાગે છે.
સાબરમતી જેલમા બે કેદીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે.
કોરોનામાં સપડાયેલા કેદીઓ સાથે સંપર્કમાં આવેલી ઈસનપુરથી કેદીને લઈને આવેલી જાપ્તા પોલીસ તથા જેલમાં પ્રવેશ આપતી વખતે અંગ ઝડતી કરનાર કર્મચારીઓ સહિત કુલ નવ જણાને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કોરોનાના કેસો અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં પોલીસ, મેડિકલ સ્ટાફ, ડોકટર, આરોગ્ય વિભાગોમાં કોરોનાના કેસો નોંધાયા છે. કોટ વિસ્તારથી પોલીસ વિભાગમાં ફેલાવવાનું શરૂ થયેલા કોરોનાએ સાબરમતી સેન્ટ્રલ જેલના કર્મચારીને પણ ચેપ લગાડ્યો છે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં અનેક કેદીઓ સાથે પોલીસ પણ તૈનાત હોય છે. તંત્રએ જાણવાના પ્રયાસ કર્યા છે કે, આ પોલીસ કર્મચારીના સંપર્કમાં કોણ કોણ આવ્યું છે. જે લોકો આ પોલીસ કર્મચારીના સંપર્કમાં આવ્યા છે તેઓને હોમ ક્વોરેન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.