એક દિવસ પહેલાં જ જામીન પર તિહાજ જેલમાંથી બહાર આવેલા પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમે પત્રકાર પરિષદ કરીને સરકાર પર જોરદાર નિશાન સાંધ્યું છે. ચિદમ્બરમે સરકાર પર આર્થિક સુસ્તીને લઇ પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે છેલ્લાં છ મહિનામાં દેશનો જીડીપી 8 થી 4.5 ટકા પર આવી ગયો છે, પરંતુ સરકાર આ દિશામાં સુધારો કરવાનો કોઇ પ્લાન નથી.
સતત જીડીપી ગગડી રહ્યો છે
પી.ચિદમ્બરમે કહ્યું કે દેશનું અર્થતંત્ર બગડી ગયું છે. તેના માટે કોઇ સમાધાન શોધવામાં આવતું નથી. સરકાર આ મામલે જિદ્દી વલણ અપનાવે છે. નોટબંધી, જીએસટી, અને ટેક્સ ટેરરિઝમથી દેશનું અર્થતંત્ર પોતાના સૌથી ખરાબ સમયમાં પહોંચી ગયું છે. તેમણે કહ્યું કે આ સરકારે અચ્છે દિન લાવવાનું વચન આપ્યું હતું. હું તમારી સામે છેલ્લાં 6 ત્રિમાસિકના આંકડા મૂકું છું. 8 ટકાથી 7, 6.6, 5.5, 5 અને હવે 4.5 ટકા. શું આ સરકારના અચ્છે દિન છે.
ચિદમ્બરમે પૂછયું આ કેવા અચ્છે દિન
પી.ચિદમ્બરમે કહ્યું જો વર્ષના અંતમાં ગ્રોથ 5 ટકાને પહોંચે તો આપણે પોતાને સૌભાગ્યશાળી સમજીશું. દેશના મોટા અર્થશાસ્ત્રી ડૉ.અરવિંદ સુબ્રમણ્યમે 5 ટકાને લઇ ચેતવણી આપી હતી. પરંતુ હવે સ્થિતિ તેનાથી પણ ખરાબ છે. દરેક વખતની જેમ આ વખતે પણ પીએમ મોદી આ મુદ્દા પર ચુપ છે. તેમને આ મુદ્દા પર પોતાના મંત્રીઓને જુઠ્ઠાણું બોલવાની છૂટ આપી દીધી છે. જેમ કે ધ ઇકોનોમિસ્ટે કહ્યું છે કે અર્થતંત્ર માટે આ સરકાર અક્ષય મેનેજમેન્ટ તરીકે ઉભરી છે. દુનિયાભરના બિઝનેસના દિગ્ગજ આંતરરાષ્ટ્રીય અખબાર વાંચે છે અને નંબરો પર ખાસ ધ્યાન આપે છે. દરેક સેકટરના આંકડા સ્પષ્ટ કહી રહ્યા છે કે અર્થતંત્ર કંઇ દિશામાં જઇ રહ્યું છે. જીડીપી સતત ગગડી રહ્યો છે, ઉદ્યોગોની સ્થિતિ ખરાબ છે, બેરોજગારી સતત વધી રહી છે. ડુંગળીના ભાવ 100 રૂપિયા કિલોગ્રામથી વધુ છે, ભલે નાણાં મંત્રી ડુંગળી ખાતા નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.