યુપીના સીતાપુરમાં જેલ રાજ્ય મંત્રી જય કુમાર સિંહ ‘જેકી’એ એક અજીબોગરીબ નિવેદન આપ્યું છે, તેમણે બાળકોને નેતા અને મંત્રીની એક અલગ જ વ્યાખ્યા જણાવી હતી. જેને કારણે તેમની ટીકા કરવામાં આવી રહી છે. તેમણે મહમુદાબાદમાં રામ ગુલામ ઈન્ટર કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સંબોધિત કરતા સમજાવ્યું કે, ભણવા-ગણવાથી કંઈ નથી થતું. તેમણે આગળ કહ્યું હતું કે, સમાજમાં ભણેલા-ગણેલા લોકો જ માહોલ ખરાબ કરે છે. નેતાઓનું ભણેલા-ગણેલા હોવું જરૂરી નથી. તેની કોઈ જરૂરિયાત નથી.
તેમણે કહ્યું કે, હું એક મંત્રી છું, મારી પાસે એક ખાનગી સેક્રેટરી હોય છે, સ્ટાફ હોય છે, ડિપાર્ટમેન્ટ હોય છે અને ડિપાર્ટમેન્ટલ હેડ હોય છે. જેલ મારે થોડી ચલાવવાની છે. તેને માટે જેલ અધિક્ષક છે, જેલર છે. તેમણે જેલ ચલાવવાની છે. મારે તો એ કહેવાનું છે કે જેલમાં ખાવાનું સારું બને. જેલનો પ્રબંધ સારો હોય. નેતાઓએ ભણવા-ગણવાની જરૂર નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.